બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

મિલેંગે મિલેંગે : ભાગ્યની રમત

IFM
બેનર : એસ કે. ફિલ્મ્સની એંટરપ્રાઈજેસ
નિર્માતા : સુરિન્દર કપૂર
નિર્દેશક : સતીષ કૌશિક
સંગીત : હિમેશ રેશમિયા
કલાકાર : કરીના કપૂર, શાહિદ કપૂર, સતીષ શાહ, ડેલનાઝ પોલ, આરતી છાબડિયા કિરણ ખેર, હિમાની શિવપુરી, સતીષ કૌશિક.

યૂ/એ સર્ટિફિકેટ *16 રીલ *2 કલાક

રેટિંગ : 2/5

છેવટે 6 વર્ષ પછી 'મિલેંગે-મિલેંગે' ને સિનેમાઘરોમાં આવવાની તક મળી જ ગઈ, જે માટે બોની કપૂરે દોસ્તોની સાથે સાથે દુશ્મનોનો પણ આભાર માન્યો. આ ફિલ્મ છ વર્ષ પહેલા રજૂ થતી તો પણ કોઈ ફરક ન પડત, કારણે કે ફિલ્મની વાર્તા ખૂબ જ જૂની છે

ફિલ્મની હીરોઈન ડ્રેસસ અને લુકથી આધુનિક છે, પરંતુ તેના વિચાર વધુ પડતા જૂનવાણી છે. જ્યારે તેનો પ્રેમી તેની સાથે દગો કરે છે ત્યારે તે તેની સાથે સંબંધ કાપી નાખે છે.

પ્રેમી માફી માંગે છે તો તે પચાસ રૂપિયાની નોટ પર પ્રેમી પાસેથી તેનુ નામ અનેફોન નંબર લખાવીને બજારમાં ચલાવી દે છે અને કહે છે કે ભાગ્યમાં હશે તો એ પચાસ રૂપિયાની નોટ તેની પાસે પરત આવશે અને એ તેને સ્વીકારી લેશે.

પોતાનુ નામ અને ફોન નંબર તે પુસ્તક પર લખીને બજારમાં વેચી દે છે. જો નસીબ હશે તો પ્રેમીની પાસે તે પુસ્તક પહોંચી જશે. ભાગ્ય પર તેને આટલો વધુ વિશ્વાસ છે.

ફિલ્મના એક સીનમાં આ જ હીરોઈન કહે છે કે તેને ભાગ્ય અથવા ભવિષ્યવાણી પર વિશ્વાસ નથી, પરંતુ એક ટેરો કાર્ડ રીડરને મળ્યા પછી તેના વિચારો એટલા બદલાય જાય છે કે તે જરૂર કરતા વધુ નસીબ પર વિશ્વાસ કરવા લાગે છે. કરીના કપૂરના પાત્રને એટલુ બેવકૂફ બતાવ્યુ છે કે તે પોતાના પ્રેમીના સંપૂર્ણ નામને પણ નથી જાણતી.

IFM
પ્રિયા(કરીના કપૂર)એવા છોકરા સાથે લગ્ન કરવા માંગે છે જે સિગરેટ કે દારૂ ન પીતો હોય. ખોટુ ન બોલતો હોય. બેંકોકના યૂથ ફેસ્ટિવલમાં તેની મુલાકાત ઈમ્મી(શાહિદ કપૂર) જોડે થાય છે, જેમા એ તમામ ખરાબ આદતો છે. તેના હાથમાં પ્રિયાની ડાયરી આવી જાય છે અને એ પ્રિયાની સામે પોતાને એ જ રીતે રજૂ કરે છે.

તેને અહેસાસ થાય છે કે પ્રિયા તેને સાચે જ પ્રેમ કરે છે. ત્યારે તેને પોતાની ભૂલ સમજાય છે. તે પોતાની જાતને બદલવાનુ વિચારે છે, પરંતુ એ પહેલા જ તેની ચોરી પકડાય જાય છે. પ્રિયા તેનાથી અલગ થઈ જાય છે અને તેમના મિલનને નસીબ પર છોડી દે છે.

ત્રણ વર્ષ વીતી જાય છે. બંન્નેના લગ્ન થવાના છે, પરંતુ એકબીજાને તેઓ ભૂલી નથી શક્યા. પ્રિયા પચાસની નોટની રાહ જોઈ રહી છે અને ઈમ્મીને એ પુસ્તકની આતુરતા છે, જેથી તેઓ એકબીજા સુધી પહોંચી શકે. તેઓ એકબીજા શોધવાનો પ્રયત્ન પણ કરે છે.

શોધવાની રમતમાં ફિલ્મ એકવાર ફરી નબળી પડે છે. હવે તો કોઈને શોધવુ એ મુશ્કેલ નથી. ગૂગલ, ઈંટરનેટ, ઈમેલ, ફેસબુક વગેરેની મદદ લઈ શકાય છે. મોબાઈલ છે, છાપાઓમાં જાહેરાત છપાવી શકાય છે. પરંતુ બંને પ્રેમી જૂના જમાનાની રીતો અપનાવે છે. ઘણા સંજોગો ઉભા થાય છે અને હેપ્પી એંડિગ સાથે ફિલ્મ પૂરી થાય છે.

લેખક શિરાજ અહમદે ઘણી નાનીમોટી વાતોનુ ધ્યાન રાખ્યુ છે, તો બીજી બાજુ તેમણે મોટી-મોટી ભૂલો પણ કરી છે. ખાસ કરીને ફિલ્મના બીજા ભાગમાં. ઘણી જગ્યાએ લેખકે પોતાના મુજબ સીન લખ્યા છે. નોટબુક-પુસ્તક હાથમાં લઈને વર્ષો પહેલા સ્ટુડેંટ કોલેજ જતા હતા. પરંતુ એક સીનમાં કરીના કપૂરની ચોરેલી ડાયરી પરત કરવાની છે, તેથી બધા વિદ્યાર્થીઓના હાથમાં નોટબુક-પુસ્તક બતાવી દીધા છે.

સતીષ કૌશિકનુ નિર્દેશન સારુ છે, અને તેમને સ્ક્રિપ્ટની ઉણપો છતા ફિલ્મને મનોરંજક રીતે રજૂ કરી છે. જેનાથી બોર નથી થવાતુ. જો કે એક નિર્દેશક હોવાને નાતે તેમને લેખનની ઉણપો પર ધ્યાન આપવુ હતુ.

IFM
અભિનયના બાબતે શાહિદ કપૂરનો અભિનય નબળો લાગ્યો. ત્રણ-ચાર એક્સપ્રેશંસથી તેમણે આખી ફિલ્મમાં કામ કર્યુ છે. કરીના કપૂરનો અભિનય શ્રેષ્ઠ છે, જો કે તેમના કેરેક્ટરને વ્યવસ્થિત રજૂ નથી કરવામાં આવ્યુ. શાહિદ-કરીનાની કેમેસ્ટ્રી શ્રેષ્ઠ છે. આરતી છાબરિયા માટે કરવા માટે કશુ જ નહોતુ. સતીષ શાહનો પણ સારી રીતે ઉપયોગ નથી કરવામાં આવ્યો.

એડિટિંગ નિષ્કાળજીપૂર્વક કરવામાં આવ્યુ છે. અને ઘણા દ્રશ્યો અધૂરા લાગે છે. હિમેશ રેશમિયાના એકાદ બે ગીત સાંભળવા લાયક છે.

ટૂંકમાં ફિલ્મ 'મિલેંગે મિલેંગે' એક સરેરાશ ફિલ્મ છે.