'યે મેરા ઈંડિયા' : હેડલાઈન પાછળનું સત્ય
બૈનર : એન. ચન્દ્રા ગ્લોબલ ઇંફોટેનમેંટ લિ, પૈન ઇંડિયા પ્રા.લિ.નિર્માતા : એન. ચન્દ્રા, ધવલ ગાડા લેખક વ નિર્દેશક : એન. ચન્દ્રાસંગીત : કવિતા સેઠ, સિદ્ધાર્થ, સુહાસકલાકાર : અનુપમ ખેર, અતુલ કુલકર્ણી, મિલિંગ ગુણાજી, પેરિજ઼ાદ, પૂરબ કોહલી, સ્માઇલી સૂરી, પ્રવીણ ડબાસ, રાજપાલ યાદવ, સારિકા, સયાજી શિંદે, સીમા બિસ્વાસ, વિજય રાજ ઘણાં મુદ્દાઓ એવા હોય છે જે હંમેશા ચર્ચામાં રહે છે. મુંબઈમાં અમુક લોકો વડે ઉત્તર ભારતીયોને પસંદ ન કરવા. એક ખાસ ધર્મના લોકોને મકાન ન આપવા. આવી વાતો સાથે મેળ ખાતા મુદ્દાઓને નિર્દેશક એન.ચંદ્રાએ પોતાની ફિલ્મ 'યે મેરા ઈંડિયા' માં ઉઠાવ્યાં છે અને જુના ઘા પર ફરીથી ઉઝરડા પાડ્યાં છે. એન.ચંદ્રા પોતાના મૂળ તરફ પાછા ફરી રહ્યાં છે. પ્રતિઘાત અને અંકુશ જેવી ફિલ્મોમાં તેમણે સામાન્ય માણસની વાર્તાને જોરદાર રીતે રજુ કરી છે. 'યે મેરા ઈંડિયા' માં પણ અમુક જગ્યાએ જુના ચંદ્રા જોવા મળે છે. ફિલ્મની અંદર મુંબઈના 12 લોકોની વાર્તા દેખાડવામાં આવી છે જે એકબીજાની સાથે જોડાયેલ છે. અમુક વાર્તાઓ મુશ્કેલીઓ તરફ આપણું ધ્યાન આકર્ષિત કરીને આપણને વિચારવા માટે મજબુર કરી દે છે. પરંતુ બધી જ વાર્તાઓ વિશે એવું ન કહી શકાય. વાસ્તવિક જીંદગીમાં દરેક વાર્તાનો સુખદ અંત નથી હોતો, જેવું કે ફિલ્મોમાં દેખાડવામાં આવે છે. બીજી વાત જે ફિલ્મની વિરુદ્ધ જાય છે તે છે તેની લંબાઈ. ફિલ્મની અંદર નિર્દેશકે કેટલાયે મુદ્દાઓને ઉપાડ્યા છે જેને લીધે ફિલ્મ લંબાઈ ગઈ છે અને અમુક વાર્તાઓને તો ઝડપથી પુર્ણ કરી દેવાઈ છે. જો ઓછી વાર્તાને પસંદ કરી હોત તો દરેકને સારી રીતે પ્રદર્શિત કરી શકાઈ હોત. '
યે મેરા ઈંડિયા' ના દરેક કલાકારે ખુબ જ સુંદર અભિનય ભજવ્યો છે. અનુપમ ખેર, પ્રવીણ ડબાસ, વિજય રાજ, અતુલ કુલકર્ણી, સીમા બિશ્વાસ, રાજપાલ યાદવ અને સ્માઈલી સૂરીએ પોતાની છાપ છોડી છે. બધુ મળીને જોઈએ તો 'યે મેરા ઈંડિયા' અમુક જગ્યાએ પોતાની છાપ છોડે છે.