સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

લવ, સેક્સ ઔર ધોખા - ફિલ્મ સમીક્ષા

IFM
બેનર : બાલાજી ટેલીફિલ્મ્સ, એએલટી એંટરટેનમેંટ, બાલાજી મોશન પિક્ચર્સ
નિર્માતા : એકતા કપૂર, શોભા કપૂર, પ્રિયા શ્રીઘરન
નિર્દેશક : દિબાકર બેનર્જી
સંગીત : સ્નેહા ખાનવિલકર
કલાકાર : અંશુમન ઝા, શ્રુતિ, રાજકુમાર યાદવ, નેહા ચૌહાણ, આર્યા દેવદત્તા, અમિત સિયાલ.

એ સર્ટીફિકેટ * એક કલાક 43 મિનિટ
રેટિંગ 3/5

'લવ, સેક્સ ઔર ધોખા' એક એક્સપરિમેંટલ ફિલ્મ છે, જે કેમરા અને ટેકનોલોજીની પર્સનલ લાઈફમાં દખલગીરીને દર્શાવે છે. દરેક માણસની પાસે વર્તમાન સમયમાં કેમેરા છે અને તે ગમે ત્યારે આનો ઉપયોગ/દુરુપયોગ કરી રહ્યો છે.

અશ્લીલ એમએમએસની વર્તમાન સમયમાં ડિમાંડ છે, કારણ કે બીજાની પર્સનલ ક્ષણોને જોવી સારી લાગે છે. દરેકને રિયાલીટી જોવી છે. ઘણીવાર લોકોને ખબર પણ નથી પડતી અને આ વેબસાઈટ પર અપલોડ થઈ જાય છે.

નિર્દેશક દિબાકર બેનર્જીએ પોતાની ફિલ્મને ત્રણ વાર્તામાં વહેંચી છે. પહેલી સ્ટોરીમાં લવ બતાડવામાં આવ્યો છે. ફિલ્મ ઈસ્ટીટ્યૂટનો વિદ્યાર્થી ડિપ્લોમા ફિલ્મ બનાવતા હીરોઈનને પ્રેમ કરી બેસે છે.

IFM
ટીનએજમાં પ્રેમને લઈને જુદી-જુદી કલ્પનાઓ હોય છે. 'ડીડીએલજે' જેવી ફિલ્મોનો નશો દિમાગ પર છવાયેલો રહે છે. આ વાર્તાના પાત્ર પણ રાજ અને સિમરની જેમ વર્તન કરે છે, પરંતુ તેની લવ સ્ટોરીનો 'ધ એંડ' રાજ અને સિમરન જેવો નથી હોતો, કારણ કે રિયાલીટી અને કલ્પનામાં ખૂબ જ ડિફરેંસ છે. ત્રણે વાર્તામાં આ વીક છે, કારણ કે આમા નાટકીયતા વધુ પડતી બતાવી છે. આ વાર્તાને હાથમાં કેમેરા લઈને ફિલ્માવી છે.

બીજી વાર્તા ડિપાર્ટમેંટલ સ્ટોરમાં લાગેલા સિક્યુરીટી કેમરાની નજરથી બતાવાઈ છે. આ કેમરાની મદદથી ત્યાં કામ કરનારો આદર્શ એક પોર્ન ક્લિપ બનાવવા માંગે છે. રશ્મિ નામની સેલ્સગર્લનુ એ દિલ જીતી લે છે અને સ્ટોરમાં તેની સાથે સેક્સ કરી તે ક્લિપને મોંધા દામોમાં વેચી દે છે. અહી બતાવવાની કોશિશ કરવામાં આવી છે કે દરેક ઉંચી દુકાન કે મોલ્સમાં તમારા પર સિક્યોરીટીના બહાને ચુસ્ત નજર રાખવામાં આવી રહી છે, પરંતુ આનો દુરુપયોગ પણ થઈ શકે છે.

ત્રીજી વાર્તાને સ્પાય કેમેરા દ્વારા બતાવવામાં આવી છે. એક ડાંસરને મ્યુઝિક વીડિયોમાં તક આપવાને બહાને એક પ્રસિધ્ધ પોપ સિંગ તેનુ શારીરિક શોષણ કરે છે. ડાંસરની મુલાકાત એક જર્નાલિસ્ટ સાથે થાય છે, જેની મદદથી તે એ સિંગરનુ સ્ટિંગ ઓપરેશન કરે છે.

અહી મીડિયાને આડે હાથે લીધુ છે,જે આ ફુટેજ દ્વારા હકીકતને સામે લાવવાને બદલે પોતાની ટીઆરપીનુ ધ્યાન રાખે છે. આ વાર્તાને સીરિયલની જેમ ખેંચીને પૈસા બનાવવા માંગે છે.

ત્રણે વાર્તાઓને શ્રેષ્ઠ રીતે જોડી દીધી છે અને તમને એલર્ટ રહેવુ પડે છે કે કયુ કેરેક્ટર કંઈ વાર્તાનુ છે અને આ સ્ટોરીમાં કેવી રીતે આવી ગયુ.

ફિલ્મના બધા કલાકાર અપરિચિત છે, પરંતુ તેમની એક્ટિંગ પ્રશંસનીય છે. એવુ જરાય નથી લાગતુ કે તેઓ એક્ટિંગ કરી રહ્યા છે. એવુ લાગે છે કે આપની આસપાસ હાજર છે અને આપણે કેમેરા દ્વારા તેમના પર નજર રાખી રહ્યા છીએ.

IFM
ડાયરેકટર દિબાકર બેનર્જીની પકડ આખી ફિલ્મ પર છે. એક્સપરિમેંટલ અને રિયાલીટીની નજીક હોવા છતા ફિલ્મ ઈંટ્રસ્ટિંગ લાગે છે. પોતાના એક્ટર્સ પાસેથી તેમણે સારો અભિનય કરાવ્યો છે. સિનેમાટોગ્રાફર નિકોસે કેમરાને એક કેરેક્ટરની જેમ વાપર્યુ છે. નમ્રતા રાવની એડિટિંગ વખાણવા લાયક છે.

'લવ સેક્સ ઔર ધોખા' એ લોકો માટે નથી જે ટિપિકલ મસાલા ફિલ્મ જોવી પસંદ કરે છે. જો તમે કંઈક જુદુ જોવા માંગતા હોય તો આ ફિલ્મ જોઈ શકો છો.