મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By સમય તામ્રકર|

વિખરાઈ ગયો 'કાફલો'

IFM
નિર્માતા : ટોની સાધ
નિર્દેશક : અમિતોજ મા
સંગીત : સુખવિંદ
કલાકાર : સન્ની દેઓલ, સના નવાઝ, સુદેશ બૈરી,અમિતોઝ માન, મોનાલિસા, પોલિના.


ગેરકાનૂની હિજરત એક વિશ્વવ્યાપી સમસ્યા છે. આના વિશે આપણે અવારનવાર છાપામાં અને ટીવીના દ્વારા જાણતા રહી એ છે. સમાચારોમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે કેવી રીતે લોકો પોતાના જીવનને વધુ સારું બનાવવા માતે કેટલાક દેશોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરે છે. આમાંથી કેટલાક તો પકડાઈ જાય છે, કેટલાક લોકો માર્યા જાય છે તો કેટલાક ખોવાઈ જાય છે.

અમિતોઝ માન દ્રારા નિર્દેશિત 'કાફિલા' આ જ સત્યતાઓ પર આધારિત છે. 'કાફિલા'ની વાર્તા દિલ્લી થી શરુ થાય છે. ત્યાંથી ફિલ્મ અન્ય દેશોની યાત્રા કરતાં કરતાં અફધાનિસ્તાન, પાકિસ્તાન, થઈને ભારતમાં પાછી ફરે છે. આ દેશોના મનમોહક દ્રશ્ય દેખાડવાની સાથે સાથે ફિલ્મ ત્યાંના લોકોની બીજા દેશોમાં ઘૂસવાની બેચેની પણ બતાવે છે.

ફિલ્મનો વિષય ખૂબ જ ગંભીર અને સુકો સાખો છે. તેથી નિર્દેશકે સંતુલન બનાવી મૂકવાના ઉદેશ્યથી કેટલાક મનોરંજક દ્ર્શ્યો પણ લીધા છે. અને અહીં જ તે માર ખાઈ ગયા.

સંબંધિત દ્રશ્યોને જોતી વખતે ફિલ્મ સારી લાગે છે. કારણકે આ પ્રકારના દ્રશ્યો કદીપણ હિંદી ફિલ્મોમાં નથી આવ્યા. પરંતુ સન્ની-પોલીના, અને અમિતોઝ-મોનાલિસા નું રોમાંટિક ટ્રેક ખૂબ જ ખટકે છે. ફિલ્મને કારણ વગર જ કેટલાય દેશોમાં લઈ જવામાં આવી છે. જેના કારણે ફિલ્મની લંબાઈ વધી ગઈ છે.

'કાફિલા' એ લોકોની વાર્તા છે, જે સારા જીવનની શોધમાં પોતાની માતૃભૂમિ, કેરિયર અને પરિવાર છોડવા માટે તૈયાર થઈ જાય છે. દલાલો તેમને ખોટા સપના બતાવે છે.

'કાફિલા' વિશે કહેવાય છે કે આ માલ્ટા બોટ ટ્રેજેડી પર આધારિત છે, પણ ફિલ્મમાં આ દુર્ઘટનાને નાના રૂપમાં બતાવવામાં આવી છે. જો કે વાર્તા પર આ ઘટનાની ઉંડી અસર જોવા મળી છે.

ફિલ્મનો લેખન વિભાગ કમજોર છે. રોમાંટિક ટ્રેક સિવાય રશિયન માફિયાનો ઘટનાક્રમ પણ નકામો લાગે છે.

અમિતોઝ માનનું નિર્દેશન કેટલાક દ્રશ્યોમાં સારું છે, પણ ઈંટરવલ પછી બીજા ભાગમાં ફિલ્મ તેમના હાથમાંથી નીકળી જાય છે. સુખવિંદરનું સંગીર સારું છે. અને બે ત્રણ ગીત લોકપ્રિય પણ થઈ ગયા છે. નાઝિર ખાને નયનરમ્ય દ્રશ્ય શૂટ કર્યા છે. વરુણ અને ગૌતમના સંવાદ ઉલ્લેખનીય છે.

સન્ની દેઓલે પોતાનું કામ ઠીક કર્યુ છે. અમિતોઝ માનનો અભિનય કેટલાક દ્રશ્યોમાં જ સારો છે. પાકિસ્તાની અભિનેત્રી સાના નવાઝે સારો અભિનય કર્યો છે. અને પોતાની ઉપસ્થિતિની નોંધ કરાવી છે.

બધુ મળીને 'કાફિલા' એક સારા ઉદ્દેશ્યથી બનાવવામાં આવી છે, પણ ખરાબ પટકથા અને લંબાઈના કારણે માર ખાઈ જાય છે.