શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

વોટ્સ યોર રાશિ : સામાન્ય ફિલ્મ

IFM
બેનર : યૂટીવી મોશન પિક્ચર્સ, આશુતોષ ગોવારિકર પ્રોડકશંસ
નિર્માતા : આશુતોષ ગોવારીકર, રોની સ્ક્રૂવાલા, સુનીતા ગોવારીકર
નિર્દેશક : આશોતોષ ગોવારીકર
ગીત : જાવેદ અખ્તર
સંગીત : સોહેલ સેન
કલાકાર : પ્રિયંકા ચોપડા, હરમન બાવેજા, અંજન શ્રીવાસ્તવ, રાજેશ વિવેક, દયા શંકર પાંડે, દર્શન જરીવાલા.

બેનર : યૂટીવી પિક્ચર્સ, આશુતોષ ગોવારીકર પ્રોડક્શનં

ગંભીર ફિલ્મ બનાવનારી મોટાભાગની ફિલ્મ નિર્દેશક એ માને છે કે હલ્કી ફુલ્કી, મનોરંજક ફિલ્મ બનાવવા તેમના માટે સામાન્ય વાત છે. પરંતુ આ વાત એટલી સહેલી નથી. નિર્દેશક આશુતોષ ગોવારીક્ર પણ આ બાબતે માર ખાઈ ગયા.

આશુતોષ પોતાને વાતને વિસ્તારથી મૂકે છે, તેથી તેમની ફિલ્મોનો સમય વધુ હોય છે. ફિલ્મની લંબાઈથી કોઈ સમસ્યા નથી પરંતુ તેમા એટલો દમ પણ હોવો જોઈએ કે તે દર્શકોને બાંધી રાખે.

'વ્હોટ્સ યોર રાશિ' નો ગ્રાફ મનોરંજન અને બોરિંગની વચ્ચે સતત ઉતાર-ચઢાવ રહે છે અને ફિલ્મ વિખરાયેલી લાગે છે. ફિલ્મથી કસાવટ નદારદ છે. એવુ લાગે છે કે સંપાદન થયુ જ નથી. આશુતોષને પોતાના કામ પ્રત્યે એટલો પ્રેમ થઈ ગયો છે કે તેઓ ફિલ્મમાં કાપ મૂકવાની હિમંત જ નથી કરતા. પરિણામ સ્વરૂપ ફિલ્મ પ્રભાવિત નથી કરી શકતી.

વાર્તા છે એનઆરઆઈ છોકરો યોગેશ પટેલ (હરમન બાવેજા)ની, જે શિકાગોમાં રહે છે. મુંબઈમાં તેનો મોટો ભાઈ કરોડોના ગોટાળા કરી નાખે છે. અંડરવર્લ્ડનો ભાઈ દસ દિવસમાં પોતાના પૈસા પાછા માંગે છે. યોગેશના નાનાજીની કરોડોની મિલકત છે, જે યોગેશના નામે એ દિવસે થશે જ્યારે એ લગ્ન કરશે.

પિતાને હાર્ટએટેક આવ્યો છે એવુ ચવાયેલુ બહાનુ કરીને તેને ભારત બોલાવવામાં આવે છે એનઆરઆઈ છોકરાનો બાયોડેટા વેબસાઈટ પર નાખવામાં આવે છે. 176 છોકરીઓ તેને 5 કરોડ રૂપિયા સુધીનુ દહેજ આપીને લગ્ન કરવા તૈયાર છે. પરંતુ નાયક છે દહેજ વિરોધી.

દસ દિવસમાં તેને લગ્ન કરવાના છે અને એક દિવસમાં 17 છોકરીઓને મળવુ મુશ્કેલ છે. તે દરેક રાશિની એક છોકરીને મળવાનો નિર્ણય કરે છે, કારણ કે એક પુસ્તકમાં તેને વાંચ્યુ છે કે છોકરીઓ 12 પ્રકારની હોય છે.

ત્યારબાદ શરૂ થાય છે અંજલિ, સંજના, કાજલ, હંસા, રજની, ચદ્રિકા, મલ્લિકા, નંદિની, ભાવના, પૂજા, વિશાખા અને ઝંખનાને મુલાકાતોની પ્રક્રિયા. આ વાર્તાની સાથે યોગેશના ચાચા દેબૂ ભાઈના રોમાંસ અને તેના પર જાસૂસીની ઉપકહાનિયા પણ ગૂંથવામાં આવી છે.

ફિલ્મના લેખક 12 છોકરીઓની મુલાકાતોને દિલચસ્પ રીતે રજૂ નહી કરી શક્યા. ચન્દ્રિકા, મલ્લિકા, વિશાખા અને ભાવનાવાળી મુલાકાતો ખૂબ જ ખરાબ રીતે બતાવી છે. ભાવના મુલાકાતના દસ મિનિટ પછી યોગેશ સાથે શારીરિક સંબંધ બનાવવા માંગે છે, તો વિશાખા ગાંડાપણાનુ નાટક કરીને એ જોવા માંગે છે કે યોગેશ તેને પ્રેમ કરે છે કે તેના પૈસાને. ફક્ત અંજલિ, સંજના, કાજલ અને હંસા સાથેની યોગેશની મુલાકાત સારી લાગી. કેટલાક દ્રશ્યો બનાવટી લાગ્યા અને કેટલાક દ્રશ્યો એવા લખગામાં આવ્યા કે ગીતોની સિચ્યુએશન ઉભી થાય.

IFM
ફિલ્મની ઉપવાર્તાઓ પણ દમદાર નથી. દેબૂભાઈના રોમાંસને વધુ પડતુ ફૂટેજ આપ્યુ છે અને જાસૂસીનો ઘટનાક્રમમાં પણ કોઈ મજા નથી. ફિલ્મના અંતમાં યોગેશનુ લગ્ન જે છોકરી સાથે બતાવ્યુ છે, તેની સાથે મોટાભાગના દર્શક સહમત નથી.

નિર્દેશકના રૂપમા આશુતોષ ગોવારીકરે પોતાનો ટચ આપવાની કોશિશ કરી છે, પરંતુ સ્ક્રિપ્ટની મદદ ન મળવાથી તેઓ વધુ યોગદાન નથી આપી શક્યા. કેટલાક દ્રશ્યો દ્વારા તેમણે બતાવ્યુ છે કે છોકરો-છોકરીને મળવાના નામ પર કેવા પ્રકારની નૌટંકી રમાય છે અને દગો કરવામાં આવે છે. વ્યમાં મોટા લોકો મુલાકાતના નામે છોકરીઓને શો પીસની જેમ રજૂ કરી હલકી હરકતો કરે છે. તેના બદલે યુવા પેઢી વધુ સમજદાર અને ઈમાનદાર છે. યોગેશની સામે હંસા કબૂલ કરે છે કે તે વર્જિન નથી કે સંજના મુલાકાતમાં યોગેશને બતાવી દે છે કે એ કોઈ બીજાને પ્રેમ કરે છે.

આશુતોષ જો 13 ને બદલે પાંચ ગીતો મૂકત અને ફિલ્મનો સમય બે કલાક જ રાખતા તો ફિલ્મ સારી બની શકતી હતી .

પ્રિયંકાએ 12 ભૂમિકાઓ ભજવી છે. મેકઅપની સાથે સાથે અવાજ અને બોડી લેગ્વેજ દ્વારા તેને વિવિધતા રજૂ કરી, પરંતુ દોહરાવવાનો શિકાર થતા તે પણ બચી નથી શકી. હરમન બાવેજાએ પોતાનુ પાત્ર ગંભીરતાથી ભજવ્યુ છે જેનાથી તેના કેરિયરને ઓક્સિજન મળી શકે છે. દર્શન જરીવાળાનો અભિનય શ્રેષ્ઠ છે.

સોહેલનુ સંગીત મધુર છે. પરંતુ તેનો સારી રીતે પ્રચાર નથી કરવામા આવ્યો. જો ગીત લોકપ્રિય થતા તો દર્શકો તેનો આનંદ ઉઠાવી શક્યા હોત. ટૂંકમા વ્હોટ્સ યોર રાશિ ની રાશિ ખાસ નથી. થોડા પ્રયત્નો કર્યા હોત તો વધુ સારી બની હોત.