બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 20 મે 2017 (15:48 IST)

LIVE: ઈલેક્શન કમીશનને આપ્યુ EVMનુ ડેમો, હૈકાથન પર પ્રેસ કૉન્ફેંસ શરૂ

. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં ગડબડીના આરોપો પછી ઈલેક્શન કમીશને 8 વર્ષ પછી શનિવારે EVM અને VVPATનુ લાઈવ ડેમો કર્યુ. ઈવીએમમાં ટેમ્પરિંગના ઓપન ચેલેંજ (હૈકાધન)ને લઈને એક પ્રેસ કૉંફ્રેસ થઈ રહી છે. આ પહેઅલ 2009માં પણ EC એ EVM પર સવાલ  ઉઠાવનારા સામે ડિમોન્સ્ટ્રેશન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે     પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસ સપા, બસપા અને આપ સહિત 16 રાજનીતિક પાર્ટીયોએ મશીનો પર સવાલ ઉઠાવ્યા હતા. 
 
 
- ચીફ ઈલેક્શન કમિશ્નર નસીમ જૈદીએ કહ્યુ ઈવીએમનો ઈંટ્રોડ્રક્શન પોઝિટ્વ સુધાર હતો. માર્ચ 2017માં 5 અસેંબલી ઈલેક્શનનુ એલાન થયા પછી EVM વિશે શંકા બતાવી. ભલામણ અને ફરિયાદો મળી. પણ કોઈ પુરાવા મળ્યા નથી. 
 
- ''VVPAT લગાવવાથી દરેક વોટરને એ સ્પષ્ટ થઈ જશે કે તેનો વોટ કોને ગયો છે. બટન દબાવતાની સાથે જ જે સિંબલને વોટ આપવામાં આવ્યો છે વીવીપેટના સ્ક્રીન પર આવશે અને એક શીટ પણ રહેશે જે પેપર ઓડિટ ટ્રેલનુ કામ કરશે. 
 
- ''VVPATનો ઉપયોગ થવાથી શક દૂર થશે. ભારત આખી દુનિયામાં પ્રથમ એવો દેશ હશે જ્યા 100 ટકા પેપર ઑડિટ ટ્રેલનો ઉપયોગ કરવામાં આવશે. 
 
- કમીશનને 100 ટકા VVPATના ઉપયોગ માટે બજેટ મળ્યુ છે. ઓગસ્ટ 2017માં પ્રોડક્શન મળશે અને 2018 સુધી આ  VVPAT મળી જશે. 
 
AAP એ કહ્યુ - ઈસી જલ્દી હૈકાથન કરાવે 
 
- આપ નેતા આશુતોષે કહ્યુ, ખૂબ જ દુર્ભાગ્યની વાત છે કે EC અપોઝીશનની વાત ન માનીને ફક્ત મીડિયા સામે ડેમો આપવાની વાત કરી રહ્યા છે.  જ્યારે 18 પાર્ટીઓ EVM પર સવાલ કરી રહી છે તો તેમની વાત નથી સાંભળવામાં આવી રહી તો આ લોકતંત્ર માટે ગંભીર સવાલ છે.   લોકતંત્ર પક્ષ અને વિપક્ષ બંને પૈડા પર ચાલે છે. ત્યારે જ તો વિશ્વાસપાત્ર બને છે. ઈસીએ બધા સામે ડેમો કરવો જોઈતો હતો. 
 
- સંજય સિંહે કહ્યુ - ઈસીના ઓફિસરો અને કૈમરા સામે AAPના એક્સપર્ટ મશીનની સચ્ચાઈ દેશ સામે લાવશે. કમીશન પોતાની વાત પર કાયમ રહે અને હૈકાથન કરાવે.