Delhi સંગમ વિહારમાં LPG રેકેટનો પર્દાફાશ, 183 સિલિન્ડર જપ્ત
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે સંગમ વિહારમાં ગેરકાયદેસર LPG સ્ટોરેજ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને 183 સિલિન્ડર જપ્ત કર્યા છે. ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ અધિકૃત ગેસ એજન્સીઓના ડિલિવરી એજન્ટ છે, જેઓ ગ્રાહકોને ગેસ સપ્લાય કરવાને બદલે, કાળાબજાર કરી રહ્યા હતા અને ભાડાના વેરહાઉસમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી રહ્યા હતા.
