ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

સૌનો સહારો ખાટૂ શ્યામ

માઁ સૈવ્યમ પરાજીત : અર્થાત જે હારેલા અને નિરાશને લોકોને બળ પ્રદાન કરે છે.

વીર પ્રસૂતા રાજસ્થાનની ઘરતી આમ તો પોતાના આંચલમાં અનેક ગોરવ ગાથાઓને સમેટ્યા છે, પરંતુ આસ્થાના મુખ્ય કેન્દ્ર ખાટૂની વાત જ જુદી છે.

ધર્મયાત્રાની આ કડીમાં અમે તમને લઈ જઈએ છીએ શેખાવાટીન સીકર જિલ્લામાં આવેલ પરમધામ ખાટૂ. અહી વિરાજમાન છે ભગવાન શ્રીકૃષ્ણના કલયુગી અવતાર ખાટૂ શ્યામજી. શ્યામ બાબાના મહિમાના વખાણ કરનારા ભક્ત રાજસ્થાન કે ભારતમાં જ નહી પંતુ દુનિયાના દરેક ખૂણે મળી રહેશે.

શ્યામ મંદિર ખૂબ જ જૂનૂ છે, પરંતુ વર્તમાન મંદિરની અધારશિલા ઈસ 1720માં મૂકવામાં આવી હતી. ઈતિહાસકાર પંડિત ઝાબરમલ્લ શર્માના મુજબ સન 1679માં ઔરગઝેબની સેનાએ આ મંદિરને નષ્ટ કરી દીધુ હતુ મંદિરની રક્ષા માટે આ સમયે અનેક રાજપૂતોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા.

narpatingh jhala
ખાટૂમા ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર બર્બરીકની પૂજા શ્યામના રૂપમાં કરવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાભારત યુધ્ધ સમયે ભગવાન શ્રીકૃષ્ણએ બર્બરીકને વરદાન આપ્યુ હતુ કે કલયુગમાં તેની પૂજા શ્યામ (કૃષ્ણ સ્વરૂપ)ના નામે થશે. ખાટૂમાં શ્યામના માથાની પૂજા થાય છે, જ્યારે કે નજીકમાં જ આવેલ રીંગસમાં ઘડ સ્વરૂપની પૂજા થાય છે.

ફોટો ગેલેરી જોવા માટે ક્લિક કરો
દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં અહી વિશાળ મેળો ભરાય છે, જેમા દેશ-વિદેશન ભક્તો આવે છે. હજારો લોકો અહી પગપાળા પહોંચે છે, તો બીજી બાજુ દંડવત કરતા ખાટૂ નરેશન દરબારમાં હાજરી આપે છે. અહી એક દુકાનદાર રામચંદ્ર ચેજારા મુજબ નવમીથી દ્વાદશી સુધી ભરનારા મેળામાં લાખો શ્રધ્ધાળુ આવે છે. પ્રત્યેક અગિયારસ અને રવિવારે પણ અહી ભક્તોની લાંબી લાઈન લાગે છે.

ખાટૂ મંદિરમાં પાંચ ચરણમાં આરતી થાય છે. મંગલા આરતી સવારે 5 વાગે, ધૂપ આરતી સવારે 7 વાગે, ભોગ આરતી સવારે 12.15 વાગ્યે, સંધ્યા આરતી સાંજે 7.30 વાગ્યે અને શયન આરતી રાત્રે 10 વાગ્યે થાય છે. ગરમીના દિવસોમાં જો કે આ સમયમાં થોડો ફેરફાર થાય છે. કાર્તિક શુક્લા એકાદશીને શ્યામજીના જન્મોત્સવના પ્રસંગે મંદિરના દ્વાર 24 કલાક ખુલ્લુ રહે છે.

narpatsing jhala
દર્શનીય સ્થળ - શ્યામ ભક્તો માટે ખાટૂ ધામમાં શ્યામ બાગ અને શ્યામ કુંડ મુખ્ય દર્શનીય સ્થળ છે. શ્યામ બાગમાં પ્રાકૃતિક વાતાવરણની અનુભૂતિ હોય છે. અહી પરમ ભક્ત આલૂસિંહની સમાધિમાં બનાવવામાં આવી છે. શ્યામ કુંડના વિશે માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી શ્રધ્ધાળુઓના પાપ ધોવાઈ જાય છે. પુરૂષો અને મહિલાઓને સ્નાન માટે અહી ઘણા કુંડ બનાવવામાં આવ્યા છે.

કેવી રીતે પહોંચશો

રોડ દ્વારા - ખાટૂ ધામથી જયપુર, સીકર વગેરે મુખ્ય સ્થાનો માટે રાજસ્થાન રાજ્ય પરિવહન નિગમની બસોની સાથે જ ટેક્સી અને જીપ પણ અહી સરળતાથી મળી રહે છે.

રેલમાર્ગ - નજીકનુ રેલવે સ્ટેશન રીંગસ જંકશન (15 કિલોમીટર) છે.

વાયુમાર્ગ - અહીનુ નજીકનુ હવાઈ મથક જયપુર છે, જે અહીથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલ છે.