રવિવાર, 25 સપ્ટેમ્બર 2022
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

સપ્તશ્રૃંગીદેવી અર્ધ-શક્તિપીઠ

અભિનય કુલકર્ણી

મહારાષ્ટ્રમાં દેવીએ સાડા ત્રણ પીઠમાંથી અર્ધ પીઠવળી સપ્તશ્રૃંગી દેવી નાસિકથી લગભગ 65 કિ.મી દૂર 4800 ફુટ ઉંચા સપ્તશ્રૃંગ પર્વત પર બિરાજમાન છે. સહ્યાદ્રીના પર્વત શ્રેણીના સાત શિખરનો પ્રદેશ એટલે જ સપ્તશ્રૃંગ પર્વત. જ્યાં એક બાજુ ઊંડી ખીણ અને બીજી બાજુ ઊંચા પર્વતો પરની હરીયાળીની વચ્ચે બિરાજમાન દેવી માઁ અમારી ઓળખ કરાવતી પ્રતીત થાય છે.

કહેવાય છે કે જ્યારે મહિષાસુર રાક્ષસના વિનાશને માટે બધા દેવી-દેવતાઓએ માઁ ની આરાધના કરી હતી ત્યારે આ દેવી સપ્તશ્રૃંગી રૂપમાં પ્રગટ થઈ હતી. ભાગવત કથામાં આખા દેશમાં એક સો આઠ શક્તિપીઠ હાજર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાંથી સાડા ત્રણ મહારાષ્ટ્રમાં છે. સપ્તશ્રૃંગીને અર્ધ શક્તિપીઠના રૂપમાં પૂજવામાં આવે છે. આ સિવાય કોઈ પણ પુરાણમાં અર્ધ શક્તિપીઠ હોવાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.

આ દેવીને બ્રહ્મસ્વરૂપિણીના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે બ્રહ્મ દેવતાના કમંડળમાંથી નીકળીને ગિરિજા મહાનદી દેવી સપ્તશ્રૃંગીનુ જ રૂપ છે. સપ્તશ્રૃંગીનુ જ રૂપ છે. સપ્તશ્રૃંગીની મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના ત્રિગુણ સ્વરૂપમાં પણ આરાધના કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે જ્યારે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ નાસિકના તપોવનમાં પધાર્યા હતા ત્યારે તેઓ આ દેવીના દ્વાર પર પણ આવ્યા હતા.

W.D
એવી એક દંત કથા છે કે કોઈ ભક્ત દ્વારા મધુમાખીનો મધપૂડો તોડતી વખતે તેણે દેવીની મૂર્તિ દેખાઈ હતી. પર્વત પર વસેલી આ દેવીની મૂર્તિ આઠ ફૂટ ઊંચી છે. જેને અઢાર હાથ છે. દેવીએ બધા હાથોમાં શસ્ત્ર પકડ્યા છે જે દેવતાઓએ મહિષાસુર રાક્ષસ સાથે લડવા માટે તેમણે આપ્યા હતા. જેમાં શંકરનુ ત્રિશૂલ, વિષ્ણુનુ ચક્ર, વરુણનો શંખ, અગ્નિની આગ, વાયૂનુ ધનુષબાણ, ઈદ્રનુ વજ્ર અને ઘંટી, યમનો દંડમ દક્ષપ્રજાપતિની સ્ફટીકમાળા, બ્રહ્મદેવનુ કમંડળ, સૂર્યને કિરણો, કાલસ્વરૂપી દેવીની તલવાર, ક્ષીરસાગરનો હાર, કુંડલેના કડા, વિશ્વકર્માનુ તીક્ષ્ણ પરશૂ અને કવચ, સમુદ્રનો કમલાહાર, હિમાલયનુ સિંહવાહન અને રત્નનો સમાવેશ થાય છે. મૂર્તિ સિન્દૂરી હોવાની સાથે જ રક્તવર્ણ છે, જેની આંખો તેજસ્વી છે.

મુખ્યમંદિર જવા માટે લગભગ 472 સીડીયો ચઢવી પડે છે. ચૈત્ર અને અષાઢી નવરાત્રમાં અહીં ઉત્સવો ઉજવાય છે. કહેવાય છે એક ચૈત્ર્માં દેવીનુ રૂપ હસનારુ હોય છે તો વળી નવરાત્રિમાં ગંભીર જોવા મળે છે. આ પર્વત પર પાણીના 108 કુંડ છે, જે આ સ્થળની સુંદરતાને કેટલીય ગણી વધારી દે છે.

કેવી રીતે પહોંચશો -

વાયુ માર્ગ - સપ્તશ્રૃંગી દેવીના દર્શને જવા માટે સૌથી નજીકનુ મુંબઈ કે પુનાનુ વિમાનમથક છે. જ્યાંથી બસ કે પ્રાઈવેટ વાહનો દ્વારા નાસિક પહોંચી શકાય છે.
W.D

રેલમાર્ગ - બધા મુખ્ય શહેરોથી નાસિક જવા માટે સરળતાથી ટ્રેન મળી જાય છે.

રોડ દ્વારા - સપ્તશ્રૃંગી પર્વત નાસિકથી 65 કિમી. ના અંતરે આવેલુ છે. જ્યાં પહોંચવા માટે મહારાષ્ટ્ર પરિવહન નિગમની અને પ્રાઈવેટ વાહનો પણ મળી જાય છે.