સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

સો વાર કાશી .... એકવાર પ્રતિકાશી

વિકાસ શિરપુરકર

પ્રત્યેક હિન્દુની ઈચ્છા હોય છે કે પોતાના જીવન દરમિયાન તે એકવાર કાશી જરૂર જાય. જો જીવતે જીવત એ ઈચ્છા પૂરી ન થઈ તો મર્યા પછી ઓછામાં ઓછી તેની અસ્થિઓનુ તો વિસર્જન કાશી જઈને ત્યાં ગંગા જેવી પવિત્ર નદીમાં થાય. એક તીર્થસ્થળ એવુ પણ છે જ્યાં જવાથી કાશી યાત્રા જેવુ જ પુણ્ય મળે છે. તો ચાલો ધર્મયાત્રાની આ કડીમાં આ વખતે અમે તમને લઈ જઈએ છીએ 'પ્રતિકાશી મંદિર' એવુ કહેવાય છે કે આના દર્શન માત્રથી સો વાર કાશી જવાનુ પુણ્ય મળે છે.

મધ્યપ્રદેશ અને ગુજરાત રાજયની સીમામા નંદુરબાર જિલ્લામાં આ મંદિર આવેલુ છે. તાપ્તી, પુલંદા અને મોમાઈ નદીના આ સંગમ પર શિવના 108 મંદિર હોવાને કારણે પ્રતિકાશીના નામથી ઓળખાય છે.

W.D
કાશીના સમાન જ પુણ્યવાન કહેવાતા આ તીર્થસ્થળ પર ભારતમાંથી રોજ હજારો શ્રધ્ધાળુઓ આવે છે. તાપ્તિ મહાત્મય આ પ્રાચીન ધર્મગ્રંથના મુજબ ઘણી સદીયો પહેલા છ-છ મહિનાના દિવસ રાત રહેતા હતા. આ સમયમાં સ્વયં ભગવાન શિવે એક સિધ્ધ પુરુષના સપનામાં આવીને કહ્યુ કે એક જ રાતમાં જ્યા મારા 108 મંદિર નિર્મિત કરવામાં આવશે ત્યાં હુ કાયમ માટે નિવાસ કરીશ. ત્યારબાદ સૂર્યકન્યા તાપ્તિ પુલંદા અને ગોગાઈ નદીના સંગમ પર અહી સુંદર સ્થાન મંદિર નિર્માણ માટે પસંદ કરવામાં આવ્યુ. શિવ ભક્તોએ એક જ રાત્રે એટલે કે છ મહિનામાં આ સ્થળ પર 107 મંદિરનું નિર્માણ કર્યુ અને જ્યારે 108 મંદિરનુ નિર્માણ ચાલુ હતુ ત્યારે જ સવાર થઈ ગઈ. આ સ્થળ પર પ્રકાશ પડવાને કારણે આ પ્રકાશા નામથી પ્રખ્યાત થઈ ગયુ. ત્યારબાદ તીથક્ષેત્ર કાશીમાં ભગવાન શિવજીના 108 મંદિર નિર્માણ કરવામાં આવ્યા અને અહીં સ્વયં ભગવાન કાશીવિશ્વેશ્વર રૂપમાં બિરાજમાન થયા.

તાપ્તિ નદીના કિનારે આવેલ આ બધા મંદિર પત્થરોથી નિર્મિત હેમાડપંથી રૂપ લીધેલ છે. એક જ મંદિરના ચોકમાં કાશીવિશ્વેશ્વર અને કેદારેશ્વરનું મંદિર છે. અહીં આવેલ પુષ્પદંતેશ્વરના મંદિરનુ પણ ખૂબ જ મહત્વ છે. કારણ કે આ મંદિર તીર્થક્ષેત્ર કાશીમાં પણ સ્થાપિત નથી કરવામાં આવ્યુ. કહેવાય છે કે કાશી યાત્રા કર્યા પછી અહીં આવીને ઉત્તર પૂજા સંપન્ન ન કરાવવા પર કાશી યાત્રાનુ પુણ્ય નગણ્ય છે.

W.D
મંદિરના ગર્ભગૃહમાં કાળા પાષાણથી કંડારાયેલા ભવ્ય શિવલિંગ અને નદી છે. કેદારેશ્વર મંદિરની સામે પાષાણથી જ નિર્મિત ભવ્ય દીપસ્તંભ છે. આ સ્થળ પર અંતિમ સંસ્કાર અને અસ્થિ વિસર્જન હેતુ તીર્થક્ષેત્ર કાશીના સમાન જ ઘાટ છે. તેથી દેશભરમાંથી ઘણા લોકો અહીં પોતાના પરિવારજનોની અસ્થિયો વિસર્જિત કરવા આવે છે. શ્રધ્ધાળૂને વિશ્વાસ છે એક એક વાર પ્રકાશ યાત્રા કરવી સો વાર કાશી યાત્રા કરવા સમાન છે.

કેવી રીતે પહોંચશો ?

રોડ દ્વારા - મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રની સીમ પર આવેલ પ્રકાશા નંદુબારથી 40 કિમી.ના અંતરે હોવાની સાથે જ અંકલેશ્વર-બુરહાંપુર રાજ્ય મહામાર્ગ પર આવેલુ છે. નાશિઅક,મુંબઈ, પુના, સૂરત અને ઈંદોરથી નંદુબાર જવા માટે બસસેવા મળી રહે છે.

રેલ માર્ગ - નંદુરબાર અહીંથી નજીકનુ રેલવે સ્ટેશન છે જે સુરત-ભૂસાવળ રેલમાર્ગ પર છે.

વાયુમાર્ગ - ગુજરાત સ્થિત સૂરતનુ હવાઈમથક નંદુરબારથી લગભગ 150 કિમી.ના અંતરે આવેલુ છે. જ્યાંથી રોડ દ્વારા પ્રકાશા જઈ શકાય છે.