શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Updated : સોમવાર, 12 ઑગસ્ટ 2019 (17:12 IST)

રક્ષાબંધન- પૂજાની થાળીમાં જરૂર હોવી જોઈએ આ 7 વસ્તુઓ

Keep This 7 Things In Rakhsabhandan Thali.

રક્ષાબંધન- પૂજાની થાળીમાં જરૂર હોવી જોઈએ આ 7 વસ્તુઓ 
ભાઈ બહેન માટે રક્ષાબંધન ( 15 અગસ્ત ગુરૂવારે) એક મહાપર્વની રીતે છે . આ દિવસે બધી બેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે. રાખડી બાંધતા પહેલા એક ખાસ થાળી સજાય છે . આ થાળીમાં કઈ-કઈ 7 વસ્તુઓ  હોવી જોઈએ અહીં જાણો 

1. કંકુ 
કોઈ પણ શુભ કામની શરૂઆત કંકુના ચાંદલા લગાવી કરાય છે. આ પરંપરા બહુ જૂની છે. અને આજે પણ એનું પાલન કરાય છે. ચાંદલા માન-સન્માન ના પણ પ્રતીક છે. બહેન ચાંદલો કરી ભાઈના પ્રત્યે સન્માન પ્રકટ કરે છે. સાથે એમના ભાઈના માથા પર તિલક લગાવીને એમની લાંબી ઉમ્રની કામના પણ કરે છે. આથી થાળીમાં કંકુ ખાસ રીતે રાખવું જોઈએ. 

2. ચોખા 
ચાંદલા ઉપર ચોખા પણ લગાવાય છે. ચોખાને અક્ષત કહે છે.એનું અર્થ છે કે જે અધૂરો ન હોય . ચાંદલા પર ચોખા લગાડવાનું ભાવ આ છે કે ભાઈના જીવન પર ચાંદલા ના શુભ અસર હમેશા બન્યું રહે. ચોખા શુક્ર ગ્રહથી સંબંધિત છે.શુક્ર ગ્રહના પ્રભાવથી જ જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે. 

3. નારિયેળ 
બેન ભાઈને ચાંદલા કર્યા પછી હાથમાં નારિયેળ આપે છે. નારિયેળને શ્રીફળ પણ કહેવાય છે. શ્રી એટલે કે દેવી લક્ષ્મીના ફળ. આ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. બેન ભાઈને નારિયેળ આપી આ કામના કરે છે કે ભાઈના જીવનમાં સુખ અને સમૃદ્ધિ હમેશા બની રહે છે અને એ સતત ઉન્નતિ કરે છે. 
 

4. રક્ષા સૂત્ર(રાખડી) 
રક્ષાસૂત્ર બાંધવા થી ત્રિદોષ શાંત થાય છે. ત્રિદોષ એટલે વાત, પિત અને કફ . અમારા શરીરમાં કોઈ રોગ આ દોષોથી જ સંબંધિત હોય છે. રક્ષાસૂત્ર કળાઈ પર બાંધવાથી શરીરમાં આ ત્રણ નું સંતુલબ બન્યું રહે છે. આ દોરા બાંધવાથી કલાઈની નસ પર દબાણ બને છે. જેનાથી આ ત્રણ દોષ નિયંત્રિત રહે છે. રક્ષાસૂત્રનું અર્થ છે , એ સૂત્ર જે અમારા શરીરની રક્ષા કરે છે. રાખડી બાંધવાન આ એક મનોવૈજ્ઞાનિક કારણ આ છે કે બેન રાખડી બાંધીને એમના ભાઈથીઉમ્ર ભર રક્ષા કરવાના વચન લે છે. ભાઈને પણ આ રક્ષાસૂત્ર એ વાતના અનુભવ કરાવતું રહે  છે કે  , એમને  હમેશા બેનની રક્ષા કરવી છે. 
 

6. દીપક
રાખડી બાંધ્યા બાદ બેન દીપક પ્રગટાવીને ભાઈની આરતી પણ ઉતારે છે. આ સંબંધમાં માન્યતા છે કે આરતી ઉતારવાથી બધા પ્રકારની ખરાબ નજર થી ભાઈની રક્ષા થઈ જાય છે. આરતી ઉતારીને બેન કામના કરે છે કે ભાઈ હમેશા સ્વસ્થ અને સુખી રહે. 

7. પાણીથી ભરેલું કળશ 
રાખડીની થાળીમાં જળ થી ભરેલું કળશ પણ રખાય છે. આ જળને કંકુ મિક્સ કરી ચાંદલો કરાય છે. દરેક શુભ કામની શરૂઆતમાં જળથી ભરેલું કળશ રખાય છે જે આ કળશ વધા પવિત્ર તીર્થો અને દેવી દેવતાઓ ના વાસ હોય છે. આ કળશના પ્રભાવથી ભાઈ બેન ના જીવનમાં સુખ અને સ્નેહ હમેશા બન્યું રહે છે.