ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Updated : બુધવાર, 14 ઑગસ્ટ 2024 (08:59 IST)

Raksha Bandhan 2024 - કોણ છે ભદ્રા, શા માટે માનવામાં આવે છે અશુભ

જ્યોતિષશાસ્ત્રમાં તિથિ, વાર નક્ષત્ર, યોગ અને કારણના સ્પષ્ટ માન વગેરેને પંચાગ કહીએ છે. પંચાગમાં કેટલાક સમય આવુ પણ હોય છે, જેમાં કોઈ પણ મંગળ કાર્ય કરવો નિષિદ્ધ એટલે કે વર્જિત માનવામાં આવે છે. કામ કરતા પર કઈક ન કઈક ખરાબ થવાની શકયતા રહે છે. તેથી નિષિદ્ધ સમયને ભદ્રા કહે છે. પુરાણિના મુજબ ભદ્રા ભગવાન સૂર્યદેવની પુત્રી અને રાજા શનિની બેન છે. 
 
ભદ્રા ભગવાન સૂર્યની પુત્રી છે. સૂર્યની પત્ની છાયાથી ઉત્પન્ન છે અને શનિની બેન છે. આ કાળા વર્ણ, લાંવબા વાળ, મોટા-મોટા દાંત અને ભયંકર રૂપવાળી છે. 
 
તેમના સ્વભાવને નિયંત્રિ કરવા માટે  ભગવાન બ્રહ્માએ તેણે કાલગણના કે પંચાગના એક મુખ્ય અંગ વિષ્ટિકરણમાં સ્તહન આપ્યો. તે સિવાય તમને જણાવીએ કે ભદ્રાનો સ્વરૂપ ખૂબ વિકરાળ જણાવવામાં આવ્યો છે. બ્રહ્માજીના આદેશથી ભદ્રા કાળના એક અંશના રૂપમાં વિરાજીત છે. તેમની ઉપેક્ષા કે અપમાન કરનારાના કાર્યમાં મુશ્કેલીઓ ઉભી કરે છે. આ કારણ છે કે લગ્ન, ગૃહ પ્રવેશ, કૃષિ ઉદ્યોગ, રક્ષાબંધન, હોળિકા દહન, દાહ કાર્ય ભદ્રાના દરમિયાન નહી કરાય છે.