અમદાવાદની શાળામાં 'ઝેરીલો' બદલો, નજીવી બાબતે વિદ્યાર્થીએ ક્લાસમેટની પાણીની બોટલમાં નાખી ડામરની ગોળી
અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં એક ખૂબ જ હેરાન પરેશાન કરનારી ઘટના સામે આવી છે. અહી એક પ્રાઈવેટ શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે પરસ્પર બોલચાલ થયા બાદ બદલો લેવા માટે તેણે પોતાના ક્લાસમેટની પાણીની બોટલમાં કેમિકલ ટેબલેટ ભેળવી દીધી. કેમિકલવાળુ પાણી પીવાથી વિદ્યાર્થીની તબિયત બગડી ગઈ. આ ઘટનાથી શાળાના આંગણમાં જ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે.
ધ ટાઈમ્સ ઓફ રિપોર્ટ મુજબ અમદાવાદ સિટીના જીલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ 4 દિવસ પહેલા દુર્ગા સ્કુલની આ ઘટનાની ચોખવટ કરતા જણાવ્યુ કે થોડા દિવસ પહેલા બંને વિદ્યાર્થીઓ વચ્ચે બોલચાલ થઈ હતી. તેમાથી એક વિદ્યાર્થીએ કથિત રૂપે બદલો લેવા માટે બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમા એક કેમિકલ ટેબલેટ મિક્સ કરી દીધી. જ્યારે બોટલ ક્લાસરૂમમાં મુકી હતી.
પાણીમાં કેમિકલ મળવાની માહિતી ન હોવાથી પ્રભાવિત વિદ્યાર્થીએ થોડુ પાણી પીધુ પણ તેને વિચિત્ર ગંધ આવતા તેણે પાણી પીવાનુ બંધ કરી દીધુ. જે તરત જ બાદ વિદ્યાર્થીને ઉલટી થવા માંડી. ટીચરે તરત જ મેનેજમેંટને જણાવ્યુ અને વિદ્યાર્થીની સારવાર કરી.
સીસીટીવી ફુટેજમાં કેદ થઈ હરકત
ઘટનાની ગંભીરતાને જોતા સ્કુલ મેનેજમેંટે કૈપસમાં લાગેલા સીસીટીવી કેમરાના ફુટેજ તપાસ્યા. ફુટેજમાં એક વિદ્યાર્થી પાણીની બોટલમાં કોઈ ગોળી નાખતો જોવા મળ્યો. બંને વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી અને તેમના પેરેંટ્સને પણ શાળામાં બોલાવવામાં આવ્યા .વિદ્યાર્થીના માતા પિતાએ કહ્યુ કે પોતે પતંગનો ધંધો છે અને તેમની જાણ બહાર આ પતંગની ગોળી લઈને આવ્યો અને પાણીમા નાખી. વિધાર્થીએ પોતે ભૂલ કરી હોવાનુ કબુલ્યુ. જેથી વિદ્યાર્થી સામે કાર્યવાહી કરી તેને ઘરે મોકલી દેવામાં આવ્યો છે અને શાળામાં ન મોકલવાની જાણ કરવામાં આવી છે.
રોહિત ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે આવી ગંભીર ઘટના બાબતે જાણ ન કરવા બદલ તેમની સામે પગલા કેમ ન લેવા એ અંગે નોટિસ આપી અને વિગતવાર ખુલાસો માગવામાં આવ્યો છે. સમગ્ર ઘટના અંગે શિક્ષણ નિરીક્ષક દ્વારા તપાસ કરવામાં આવશે. સ્કૂલમાં બાળકો વચ્ચે કોઈ બાબત થઈ હશે અને એના કારણે આ ઘટના બની હોવાનું લાગી રહ્યું છે સમગ્ર મામલે સ્કૂલ પાસે સીસીટીવી સહિત વિગતો માગી અને તપાસ કરવામાં આવશે