શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By

Happy Valentine Day -: 10 વાતો જે છોકરીઓને સાંભળવી ગમે છે

વેલેન્ટાઈન ડે માટે લવ ટિપ્સ

જો કોઈ છોકરાને છોકરી વિશે જાણવુ હોય તો તેને એ વા સમજી લેવી ખૂબ જરૂરી છે કે છોકરીઓને શુ સાંભળવુ ખૂબ ગમે છે. જ્યારે તએમ કોઈ છોકરીના વખાણ કરો છો તો એ સત્ય છે કે તેને ખૂબ ગમે છે અને તે ખુશીથી ફૂલી નથી સમાતી. ભલે આપ કોઈ રિલેશનશિપમાં બંધાય ગયા હોય કે પછી કોઈ નવા સંબંધની શરૂઆત કરી રહ્યા હોય, હંમેશા આ નિયમોનો ખ્યાલ કરીને તમારી ગર્લફ્રેંડના વખાણ કરો.

તેને આટલુ જરૂર કહો :
valentine

આઈ લવ યૂ : આ ત્રણ શબ્દ સાંભળવા માટે છોકઈઓ બેકરાર રહે છે. પણ આ વાતનો હંમેશા ખ્યાલ રાખો કે જેટલીવાર તમે આ શબ્દ બોલી રહ્યા હોય ત્યારે દિલથી બોલો, માત્ર તમારી ડ્યુટી પૂરી કરવા નહી.

આઈ મિસ યૂ - ભલે તમે બીજા શહેર કે દેશ કે પછી જુદી જુદી ઓફિસમાં હોય તો આ તક જવા ન દેશો. તમારી ગર્લફ્રેંડને એહસાસ અપાવો કે તમે તેને ખૂબ જ મિસ કરી રહ્યા છો. તેને કહેવ માટે તમે એસએમએસ કે મેલ પણ કરી શકો છો.

તારા વાળ સુંદર છે - આ લાઈન રોજ બોલવા માટે નથી. જ્યારે પણ તમે તેને કયાક બહાર લઈ રહ્યા હોય જેવુ કે ડેટ, મૂવી કે ડિનર માટે ત્યારે વાળને લઈને તેના વખાણ કરો. આ વાક્યોને સાંભળીન તેનુ દિલ જરૂર ધડકશે.

તુ ખૂબ સરસ મહેંકે છે - વગર કોઈ મહેનતે જો તમે તેના ચહેરા પર હાસ્ય જોવા માંગતા હોય તો તેને આ શબ્દ બોલો. આનાથી તેની અંદર તમારી આસપાસ રહેવાનો વિશ્વાસ ઉભો થશે.

તારા પગ ખૂબ સેક્સી છે - જો જો સંભાળજો. આ વાક્ય દરેક એ છોકરી માટે નથી જેના પગ સેક્સી ન હોય અને કામુક પણ ન હોય. સત્ય કહીએ તો એ જ છોકરીના આવા વખાણ કરવા જેના પગ સાચે જ સેક્સી હોય.

મને તારી સાથે રહેવુ ગમે છે - જ્યારે તમે કોઈ દિવસ તેની સાથે ખૂબ સારી સાંજ વિતાવી રહ્યા હોય તો આ વાક્ય બોલો. આ વાક્યને સાંભળીને તેને તમારી નજરમાં સ્પેશ્યલ હોવાનો અહેસાસ થશે.

તારી સ્માઈલ અદ્દભૂત છે - ભલે તેનુ હાસ્ય સુંદર ન હોય, પણ છતા તેને આ વાક્ય જરૂર બોલો, કારણ કે તેનાથી તમારી રિલેશનશિપમાં જીવ ફૂંકાશે. આવુ કહેતા તમે તેના ચહેરા પર સાચેજ એક સુંદર સ્માઈલ જોઈ શકશો.

હુ તારા વગરની મારી જીંદગી નથી વિચારી શકતો - જો તમારી રિલેશનશીપ ખૂબ આગળ વધી ગઈ હોય તો આ વાક્ય તેને તમારી વધુ નિકટ લાવશે.. જેનાથી તમારો સંબંધ વધુ પ્રગાઢ બનશે.

તુ મારી બેસ્ટ ફ્રેંડ છે - મિત્રતા એ એક ખૂબ ઊંડો સંબંધ હોય છે. જેનુ મૂલ્ય દરેકને નથી ખબર. તમે તેન યૌનના સંદર્ભથી બહુ ઉપરનુ સ્થાન આપી રહ્યા છો. તેને એવો અહેસાસ કરાવી રહ્યા છો, જે મોટાભાગના છોકરા પોતાની પ્રેમિકાને નથી કરાવતા.

હુ તારી સાથે જ વૃદ્ધ થવા માંગુ છુ - આ અંતિમ પંક્તિ છે જે તેના દિલમાં પ્રેમ અને આંખોમાં આંસુ લાવી દેશે. જો તમે તેને સાચો પ્રેમ કરો છો ઓ આ લાઈન જરૂર બોલો