બુધવાર, 16 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 જાન્યુઆરી 2023 (16:00 IST)

સુરતમાં ગેંગવોરનું ભયાનક સ્વરૂપ, તલવારથી યુવકના હાથના કાંડા કાપી નાખ્યા

crime scene
સુરતમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.  બુટલેગરો અને ગેમ્બલરો વચ્ચે થયેલી ગેંગવોરમાં એક યુવકના તલવારથી બંને હાથના કાંડા કાપી નાંખવામાં આવ્યા હતા. આ કિસ્સો માન દરવાજા સ્થિત રેલ રાહત કોલોની નજીક બન્યો હતો. સલાબતપુરા પોલીસની હદમાં ગુનેગારો બેફામ બન્યા હતા. સલાબતપુરા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 
 
સુરતમાં માન દરવાજા ખાતે ગેંગવોર સામે આવી છે. બૂટલેગરો અને ગેમ્બલરો વચ્ચેની ગેંગવોરમાં તલવાર વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક યુવકના કાંડા કાપી નાખવામાં આવ્યા છે. સુરતના માન દરવાજા ખટોદરા કોલોની ખાતે આવેલી ગાંધીનગર વસાહતમાં રહેતા બંટી સતીશ પટેલના બનેવી અને માથાભારે છાપ ધરાવતા અન્નુના નાનાભાઈ રોની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તલવાર વડે જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યા બાદ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલા રોનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસને જાણ થતાં સલાબતપુરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટના અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.