મંગળવાર, 19 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ તીર્થ સ્થળ
Written By પરૂન શર્મા|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:26 IST)

ગીરનાર

જય ગીરનારી...

હિન્દુઓ અને જૈનો માટે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલો ગીરનાર પર્વત એક પવિત્ર તીર્થસ્થળ છે. જૈન સમુદાય આ પર્વતને જ નેમિનાથ પર્વત તરીકે ઓળખે છે.

આદિકાળથી અનેક નામે ઓળખાતા આ પર્વતનાં મુખ્ય પાંચ શિખરો જાણિતા છે, જેમાં અંબા માતા, ગોરખનાથ, ઓગધ, ગુરુ દત્તાત્રેય અને કાલિકા મુખ્ય છે.

આશરે 3660ફૂટની ઉચાઇ ધરાવતાઆ પર્વત પર ટોચ સુધી પહોંચવા માટે ચાર હજાર જેટલા પગથીયા છે. કાળા આરસ માંથી બનેલી વિવિધ મૂર્તિઓ અને વિવિધ શિલ્પો એટલા સુંદર છે કે તે આપ મેળે જ વ્યક્તિમાં આસ્થા જન્માવે છે.

કહેવાય છે, કે આ ગીરનાર પર્વતમાં અનેક જોગીઓ ગુપ્તરીતે હજારો વર્ષોથી તપસ્યા કરે છે. માત્ર શિવરાત્રિમાં વર્ષે એક વખત જ તેઓ ગીરનાર પર્વતની તળેટીમાં આવેલા કુંડમાં સ્નાન માટે આવે છે.

ગીરનાર પર્વત પર ઠેરઠેર મંદિરો આવેલા છે. યાત્રીઓ સવારથી જ તળેટીમાં આવેલા ભવનાથના શિવમંદિરે દર્શન કરીને પર્વત ચઢાણ શરુ કરી દે છે. ટોચ પર જતા રસ્તામાં ભીમકુંડ, સૂ્ર્યકુંડ, ગૌ મુખકુંડ, હનુમાન ધારા આવે છે. આ ઉપરાંત ભર્તૃહરીજીની ગુફા અને સોરઠ મહેલ પણ પ્રખ્યાત છે. પ્રાચિનકાળથી હિન્દુ અને જૈન સમુદાય માટે ગીરનાર પર્વતેએ આસ્થાનું કેન્દ્ર રહ્યો છે.

ગીરનાર પહોંચવા માટે રાજ્ય પરીવહનની બસસેવા તથા ખાનગી વાહન વ્યવહારા ઉપલબ્ધ છે.રેલવે માર્ગે ને મુંબઇથી ગીરનાર એક્સપ્રેસ દ્રારા જોડવામાં આવ્યો છે. સૌથી નજીકનું હવાઇમથક કેશોદ છે, જે જૂનાગઢથી 35કિ.મી.ના અંતરે આવેલું છે.