ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ગુડબાય-08
Written By વેબ દુનિયા|

આસારામ આશ્રમ : લોહીથી ખરડાયો

અમદાવાદ સ્થિત આસારામ આશ્રમમાં બનેલી ઘટનાના રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા હતા. બે માસુમોના મોતને પગલે લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો. આશ્રમના ગુરૂકુળમાં અભ્યાસ કરતાં બે માસુમ દિપેશ અને અભિષેક ગત 3જી જુલાઇના રોજ એકાએક ગુમ થયા હતા.

આ ઘટનાના બે દિવસ બાદ સાબરમતી નદીના પટમાંથી બંનેની ખરાબ હાલતમાં લાશ મળી આવી હતી. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પાણીમાં ડુબી જવાથી મોત થયાનું બહાર આવતાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.

લોકોમાં જબરજસ્ત આક્રોશ ભભુકી ઉઠ્યો હતો. લોકો જાતે જ રસ્તા ઉપર આવી ગયા હતા અને સ્વયંભૂ બંધ પાળ્યો હતો. લોકોની એક જ માંગ હતી કે, કસુરવાર ભલે કોઇ મોટો સંત હોય તો પણ તેને સજા કરો....
તો બીજી બાજુ મૃત બાળકોના વાલીઓએ આમરણાંત ભૂખ હડતાળ આદરી હતી. છેવટે સરકાર ઝુકી હતી અને આ સમગ્ર તપાસ સીબીઆઇને સોંપી હતી. જેને પગલે સીબીઆઇએ આશ્રમમાં રેડ કરી હતી અને કેટલાક વસ્તુઓ જપ્ત કરી હતી. આ મામલાની હજી તપાસ ચાલુ હતી ત્યાં છિંદવાડા સ્થિત આસારામ આશ્રમમાં પણ વધુ બે બાળકોના મોત નીપજતાં આ મામલો વધુ ચગ્યો હતો.

સંતના સેવકો બન્યા ગુંડ
આ સમગ્ર પ્રકરણમાં લોકોએ જોરદાર વિરોધ કરતાં આસારામના કહેવાતા સંવકો ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા હતા અને ધોકા, પાઇપો સહિતના હથિયારો સહિત નિર્દોષ લોકો ઉપર તૂટી પડ્યા હતા.મીડિયા ઉપર પણ આ ગુંડાઓએ હુમલો કર્યો હતો. જેમાં પોલીસે કેટલાક શખ્સોની ધરપકડ કરી હતી.