શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : સોમવાર, 24 એપ્રિલ 2017 (10:08 IST)

શુ પાંચ પાંડવોના પિતા જુદા-જુદા હતા ? જાણો શુ છે હકીકત..

આપણે બધા જાણીએ છીએ કે પાંડવ કુરુ રાજવંશના રાજા પાંડુના પુત્ર હતા. યુધિષ્ઠિર ભીમ અને અર્જુન કુંતીના પુત્ર હતા જ્યારે કે નકુલ અને સહદેવ તેમની બીજી પત્ની માદરીના સંતાન હતા. છતા પણ આ પુર્ણ સત્ય નથી. હકીકત એ છે કે દરેક પાંડવના એક દૈવીય પિતા છે. કારણ કે એક શ્રાપને કારણે પાંડુ પિતા બનવામાં અસમર્થ હતા. 
 
યુધિષ્ઠિરનો જન્મ - યુધિષ્ઠિરનો જન્મ પાંડુના પિતાના બનવાની અસમર્થતા પછી એક અસામાન્ય રીતે થયો. તેમની માતા કુંતીને યુવાવસ્થામાં ઋષિ દુર્વાશા દ્વારા દેવતાઓનુ આહ્વાન કરવાનુ વરદાન આપવામાં આવ્યુ. જ્યારે પણ તે કોઈ દેવતાનુ આહ્વાન કરશે તે તેને પુત્ર રત્ન આપશે. પાંડુ દ્વારા કુંતીને પોતાના વરદાનનો ઉપયોગ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો. ત્યારબાદ ન્યાયના દેવતા ધર્મના આહ્વાન પર યુધિષ્ઠિરનો જન્મ થયો. 
 
કેવી રીતે થયો ભીમનો જન્મ - ભીમનો જન્મ પણ આ જ રીતે કુંતીએ હવાના દેવતા વાયુનુ આહ્વાન કરી ભીમને જન્મ આપ્યો. પોતાના અન્ય પાંડવ ભાઈઓ સાથે ભીમને પણ ધર્મ વિજ્ઞાન રાજકારણ અને સૈન્ય કળાની શિક્ષા કુરુ વંશના ગુરૂ કૃપાચાર્ય અને દ્રોણાચર્ય દ્વારા પ્રદાન કરવામાં આવી. ભીમ ગદા ચલાવવામાં પારંગત હતા. ભીમની શક્તિનો ઉલ્લેખ સમગ્ર મહાભારતમાં છવાયેલો રહ્યો છે. 
 
અર્જુનનો જન્મ - અર્જુનનો જન્મ મહાભારતમાં બતાવ્યુ છે કે અર્જુનના જન્મ પર દેવતાઓએ શુભેચ્છા ગીતોનુ ગાયન કર્યુ કારણ કે અર્જુન દેવતાઓના રાજા મતલબ ઈન્દ્રનો પુત્ર હતો. તેમણે પણ શિક્ષા કુરુ વંશના ગુરૂ કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય દ્વારા ધર્મ વિજ્ઞાન રાજકાજ અને સૈન્ય કળાની શિક્ષા દ્વારા આપવામાં આવી. 
 
નકુલ અને સહદેવનો જન્મ વિશે એવુ કહેવાયુ છે કે નકુલ અને સહદેવના પુત્ર અશ્વિન હતા. શુ તમે જાણો છો કે અશ્વિન કોણ હતા. કદાચ મોટાભાગના લોકોને જાણ નથી. ઋગ્વેદના મુજબ અશ્વિનોના જૂના ઘર ગંગા નદી પર હતુ. આ રીતે ભીષ્મની માતા અને સત્યવતીની માતાની જેમ ગંગેય કે મત્સય હોઈ શકે છે. 
 
કોણ છે નકુલના પિતા - આ રીતે નકુલ અને સહદેવમાં પણ એ જ રક્ત છે જે ભીષ્મમાં હતુ. આ ગંગા સાથે કનેક્શન હોવાને કારણે કોઈ પુરૂવંશી ઋષિના પુત્ર પણ હોઈ શકે છે. ઋગ્વેદમાં તેમનો સંબંધ ભારદ્વાજ અને દિવોદશા સાથે બતાવ્યો છે. દ્રોપદીએ નકુલને કાળા રંગને કારણે (શ્યામ-કાલેબરા)પણ કહ્યો છે.  આ રીતે તેના પિતા કોઈ ભૂમિ પુત્ર ઋષિ પણ હોઈ શકે છે.  તેમના શરીરના રંગ મુજબ તેમના પિતા વશિષ્ઠ હોઈ શકે છે. 
 
હકીકત એ છે કે પાંડુએ ભૂલથી હરણ સમજીને સાધુ અને તેમની પત્નીને સહવાસ દરમિયાન મારી નાખ્યા હતા. મરતી વખતે સાધુએ રાજાઓ માટે અશોભિત આ જધન્ય અપરાધ માટે પાંડુને શ્રાપ આપ્યો. સાધુ મુજબ કોઈ ખરાબમાં ખરાબ માણસ પણ સહવાસ કરી રહેલ પશુઓને પણ મારતો નથી. પાંડુએ તેમને કારણ વગર માર્યા હતા.  તેમને એ પણ શ્રાપ આપ્યો હતો કે જો તેઓ પોતાની પત્નીને પણ પ્રેમ કરશે તો તે તરત મરી જશે.