સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શનિ જયંતિ
Written By
Last Updated : ગુરુવાર, 6 જૂન 2024 (09:42 IST)

Shani Jayanti 2024 - શનિ જયંતી પર કરી લો આ 15 કામ, ધનનો થશે અઢળક વરસાદ

શનિ જયંતી સૌથી સોનેરી અવસર છે શનિ સંબંધી સરળ અને પવિત્ર ઉપાય અજમાવવા માટે આ સરળ ઉપાય શુભ અને હાનિ રહિત છે. 

Shani Jayanti 2024 

1. શનિ જયંતીને કાળા રંગની ચકલી ખરીદીને તેને બન્ને હાથથી આસમાનમાં ઉડાવી દો. તમને દુખ તકલીફ દૂર થઈ જશે. 
 
2. શનિ જયંતીના દિવસે લોખંડના ત્રિશૂળ મહાકાલ શિવ, મકાલ ભૈરવ કે મહાકાળી મંદિરમાં અર્પિત કરવું. શનિ દોષના કારણે લગ્નમાં મોડું થઈ રહ્યું હોય તો 250 ગ્રામ કાળી રાઈ, નવા કાળા કપડામાં બાંધીને પીપળના ઝાડના મૂળમાં રાખી આવો અને તરત લગ્નની પ્રાર્થના કરવી. 
 
3. જૂના જૂતા શનિ જયંતીના દિવસે ચાર રસ્તા પર રાખવું. 
 
4. આર્થિક વૃદ્ધિ માટે તમે હમેશા શનિવારના દિવસે ઘઉં દળાવો અને ઘઉંમાં થોડા કાળા ચણા પણ મિક્સ કરી દો. 
 
5. શનિ જયંતીને 10 બદામ લઈને હનુમાન મંદિરમાં જાઓ. 5 બદામ ત્યાં મૂકી દો અને 5 બદામ લાવીને કોઈ લાલ કપડામાં બાંધીને ધન સ્થાન પર મૂકી દો. 
 
6. શનિ જયંતીના દિવસે વાનરને કાળા ચણા, ગોળ, કેળા ખવડાવો. 
 
7. શનિ જયંતી પર સરસવના તેલનો છાયા પાત્ર દાન કરવું. 
 
8. વહેતા પાણીમાં નારિયેળ વિસર્જિત કરવું. 
 
9. શનિ જયંતીને કાળા અડદ વાટીને તેના લોટની ગોળીઓ બનાવીને માછલીને ખવડાવો. 
 
10. શનિ જયંતીને આકના છોડ પર 7 લોખંડની ખીલ ચઢાવો. કાળા ઘોડાની નાળ કે નાવની ખીલથી બનેલી લોખંડની વીંટી મધ્યમામાં શનિ જયંતીને સૂર્યાસ્તના સમયમાં પહેરવી. 
 
11. શમશાન ઘાટમાં લાકડીનું  દાન કરવું 
 
12. શનિ જયંતીને સરસવનું તેલ હાથ અને પગના નખ પર લગાવો. 
 
13. શનિ જયંતીની સાંજે પીપળના ઝાડની નીચે તલ કે સરસવના તેલનો દીવો પ્રગટાવો. 

14. શનિ જયંતીથી શરૂ કરીને કીડીઓને 7 શનિવાર કાળા તલ, લોટ, ખાંડ મિક્સ કરી ખવડાવો. 
 
15. શનિની ઢૈયાથી ગ્રસ્ત માણસને હનુમાન ચાલીસાનો સવાર-સાંજે જપ કરવું જોઈએ.