મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શનિ જયંતિ
Written By
Last Updated : ગુરુવાર, 21 મે 2020 (20:58 IST)

શનિદેવના આ 5 નાના ઉપાય આપશે દરેક પરેશાનીથી મુક્તિ, તમે પણ જરૂર અજમાવો

ભગવાન શનિદેવની વ્યવસ્થા ઈશ્વરીય વિધાનની છે. શનિદેવ ગુપ્તચર રાહુ અને કેતૂ દ્વારા માનવના દરેક કર્મના હિસાબ રાખે છે. તે માણસને તેમના શ્રેષ્ઠ કર્મના આધારે ઈશ્વર શક્તિ અને સામર્થ્ય આપે છે. 
 
તેની શક્તિના બળે માણસ એક રીતે દરેક કાર્ય કરવામાં પોતાને સક્ષમ થઈ શકે છે. ત્યારે તે પોતને સર્વસ્વ સમજીને ખોટા કાર્યને પોતાના ચિંતનના આધારે સાચું સમજે છે. જો તમે પણ શનિથી મળતા અશુભ પરિણામથી ગ્રસિત છો તો આ ઉપાય તમારા માટે ખૂબ લાભદાયી સિદ્ધ થશે. આવો જાણીએ 
 
શનિદેવના 5 સરળ ઉપાય 
* અશુભ શનિના અસરને દૂર કરી શુભ અસરને મેળવવા કાળી ગાયનો પૂજન કરવું અને કાળા ચણાની સાથે ગોળ ખવડાવો. 
* તમારા સાથી કર્મચારીના પ્રત્યે સદ્વ્યવહાર કરવું. 
* શનિવારના દિવસે સુંદર કાંડનો પાઠ અને હનુમાનજીનો પૂજન કરવું. 
* શનિવારે શનિ મંદિરમાં સરસવનો તેલ ચઢાવો. 
* એક વાટકીમાં સરસવનો તેલ ભરીને તેમાં તમારો ચેહરો જુઓ અને તેલને એક કાંચની બૉટલમાં નાખી કોઈ નિર્જન સ્થાન પર બે હાથનો ખાડો ખોદીને દબાવી નાખો.