શુક્રવાર, 27 જાન્યુઆરી 2023
  1. ધર્મ
  2. તહેવારો
  3. શરદ પૂનમ
Written By
Last Updated: મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (09:05 IST)

આજે છે શરદ પૂર્ણિમા, શુ છે અમૃતવાળી ખીરનુ મહત્વ

મા લક્ષ્મીનો જન્મ શરદ પૂર્ણિમાના દિવસે થયો હતો. આ દિવસે વ્રત કરવાથી બધા મનોરથ પૂર્ણ થાય છે.  જો કુંવારી કન્યાઓ આ વ્રત કરે છે તો તેમને યોગ્ય અને ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે.  હિન્દુ પંચાગ મુજબ અશ્વિન મહિનાના શુક્લપક્ષની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે.   શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા, રાસ પૂર્ણિમા, કૌમૂદી વ્રતના નામથી પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેનુ ખાસ મહત્વ છે.  કહેવાય છે કે આ દિવસે ચંદ્રમાની કિરણોમાંથી અમૃત વરસે છે.  પૌરાણિક માન્યતાઓ મુજબ માં લક્ષ્મીનો જન્મ આ દિવસે થયો હતો.  સાથે જ ભગવાન કૃષ્ણએ ગોપીઓ સંગ વૃંદાવનના નિધિવનમા આ દિવસે રાસ રચાવ્યો હતો. 
 
આ વખતે શરદ પૂર્ણિમા 30 ઓક્ટોબર શુક્રવારના રોજ ઉજવાશે. ધાર્મિક માન્યતાઓ મુજબ શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના ચાર મહિનાના શયનકાળનુ અંતિમ ચરણ હોય છે. માનવામાં આવે છે કે આ દિવસે ચાંદ પોતાની 16 કલાઓથી પૂર્ણ થઈને રાતભર પોતાના કિરણોમાંથી અમૃતની વર્ષા કરે છે. 
 
શરદ પૂર્ણિમાનુ  છે મહત્વ 
 
એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વ્યક્તિના બધા દુ:ખ દૂર થાય છે. કારણ કે તેને કૌમૂદી વ્રત પણ કહે છે. અને એવી માન્યતા છે કે આ દિવસે જે વિવાહિત સ્ત્રીઓ વ્રત કરે છે તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે.  જે માતાઓ પોતાના બાળકો માટે વ્રત કરે છે તેમના સંતાનની આયુ લાંબી થાય છે. 
 
જો કુંવારી કન્યાઓ આ વ્રત કરે તો તેમને યોગ્ય અને ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે.  શરદ પૂર્ણિમાના દિવસે ચાંદ કોઈપણ દિવસના મુકાબલે સૌથી ચમકીલો હોય છે.  એવી માન્યતા છે કે આ દિવસે આકાશમાંથી અમૃત વરસે છે. ચંદ્રમાની કિરણોમાં આ દિવસે ઘણુ તેજ હોય છે.  જેનાથી તમારી આધ્યાત્મિક, શારીરિક શક્તિઓનો વિકાસ થાય છે.  સાથે જ આ કિરણોમાં આ દિવસે અસાધ્ય રોગોને દૂર કરવાની ક્ષમતા હોય છે. 
 
 
પૂર્ણિમાની ખીર છે આરોગ્ય માટે અમૃત 
 
આપણા ગ્રંથોમાં શરદ પૂર્ણિમાની ખીરને આરોગ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે. આ શરદ પૂર્ણિમાના દિવસે તમે પણ ખીરનુ સેવન કરો અને સ્વસ્થ રહો. 
 
શરદ પૂર્ણિમાની રાત્રે કરો આ કામ જીવનમાં શુભ સમય  આવશે 
 
શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમા પૃથ્વીના સૌથી નિકટ હોય છે. તેથી તેની કિરણો ખૂબ જ પ્રખર અને ચમકીલી હોય છે.  તેને ધરતીના લોકો માટે અનેક રીતે પ્રભાવકારી અને લાભદાયક માનવામાં આવે છે. 
 
શરદ પૂર્ણિમાના દિવસે વ્રત કરવા ઉપરાંત  મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. મા લક્ષ્મીને લાલ રંગના કપડા પર આસન આપવુ જોઈએ.  પછી ધૂપ બત્તી અને કપૂરથી તેમની પૂજા કરવી જોઈએ. સાથે જ ત્યારબાદ તમે સંકલ્પ લો. પછી લક્ષ્મી ચાલીસા અને માં લક્ષ્મીના મંત્રોનો જાપ કરો. પછી માં લક્ષ્મીની આરતી કરો. 
 
માન્યતાઓ મુજબ આ દિવસે બ્રાહ્મણોને ખીરનુ ભોજન કરાવવુ જોઈએ. જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ બ્રાહ્મણોને પોતાના સામર્થ્ય મુજબ દક્ષિણા પણ આપવી જોઈએ. શરદ પૂર્ણિમા પર જાગરણ કરવુ તમારા જીવન માટે એકદમ શુભ હોય છે.