1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : મંગળવાર, 19 સપ્ટેમ્બર 2017 (12:14 IST)

Video - સર્વ પિતૃ અમાવસ્યા પર આટલુ ધ્યાન રાખો

આજે અમે તમને બતાવી રહ્યા છે કે સર્વપિતૃ શ્રાદ્ધ કરતી વખતે કંઈ કંઈ વિશેષ વાતોનુ ધ્યન આપવુ જોઈએ. 
સર્વપિતૃ અમાવ્સયા મતલબ શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસે કરવામાં આવેલુ શ્રાદ્ધ હોય છે. આ શ્રાદ્ધ કર્મ દ્વારા દરેક પ્રકારના પિતૃદોષોથી મુક્તિ મળે છે.  સર્વપિતૃ અમાવસ્યા શ્રાદ્ધ દરમિયાન કેટલીક ખાસ વાતોનુ ધ્યાન રાખવાથી તમને પુરુ ફળ મળે છે.  સાથે જ તમે હંમેશા પિતૃ દોષથી પણ મુક્ત થઈ જાવ છો. 
 
સંકલ્પ સામગ્રી - શ્રાદ્ધ કર્મ શરૂ કરતા પહેલા ધ્યાન રાખો કે હાથમાં જળ સાથે અક્ષત, ચંદન,  ફૂલ અને તલ જરૂર લો. આ વસ્તુઓ 
 
સાથે જ સંકલ્પ કરવો જોઈએ. આવુ ન કરવાથી શ્રાદ્ધ કર્મ અધૂરુ માનવામાં આવે છે. 
 
તાજી અને પવિત્ર વસ્તુ - કોઈપણ શ્રાધ્ધ કર્મમાં ચણા, મસૂર, અડદ, સત્તૂ, મૂળા, કાળુ જીરુ , કાકડી, સંચળ, કાળી અડદ, વાસી કે અપવિત્ર  ફળ કે અન્નનો ઉપયોગ નથી કરવામાં આવતો.. જેનુ ધ્યાન રાખીને જ  જ દાન કે ગરીબ-બ્રાહ્મણને ભોજન કરાવવા માટે વસ્તુઓ પસંદ કરવી જોઈએ. 
 
ભોજ્ય પદાર્થ - શ્રાદ્ધ કર્મ દરમિયાન બ્રાહ્મણ ભોજનમાં પિતરોના પસંદગીનુ ભોજ્ય પદાર્થને ખવડાવવુ સારુ માનવામાં આવે છે. અને સાથે જ  દરેક શ્રાદ્ધમાં દૂધ દહી ઘી અને મધનો ઉપયોગ પિતૃદોષથી હંમેશા માટે મુક્ત કરનારા માનવામાં આવે છે.  શક્ય હોય તો તેનો ઉપયોગ કરીને ખીર બનાવો અને શ્રાદ્ધ કર્મમાં ઉપયોગ કરતા બ્રાહ્મણોને ભોજન કરાવો. 
 
તર્પણ - શ્રાદ્ધ કર્મમાં સૌથી મહત્વપૂર્ણ તર્પણને માનવામાં આવે છે. તેથી તેમા સાદા જળને બદલે દૂધ તલ કુશ અને ફૂલનો પણ જરૂર ઉપયોગ કરો.  દૂધના રૂપમાં ગાયના દૂધનો જ ઉપયોગ કરવો જોઈએ. 
 
દાન અને ભોજન - શ્રાદ્ધપક્ષમાં પિતરોની શાંતિ અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણો અને ગરીબોને ભોજન કરાવવાનુ ખાસ વિધાન છે. શ્રાદ્ધ પછી આવુ જરૂર કરવામાં આવે છે.  એવી માન્યતા છે કે જો કોઈ શ્રાદ્ધ કર્મ ન કરી શકે તો ફક્ત દાન કે ભોજન કરાવી દો તો પણ પિતૃદોષોથી મુક્ત થઈ જાય છે. 
 
જો મિત્રો આપને અમારો આ વીડિયો ગમ્યો હોય તો તમે અમારા વીડિયોને લાઈક અને શેર જરૂર કરો.... અને હા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનુ ભૂલશો નહી..