વિવાના : ચમકવાની ઈચ્છા
'જિમી' ની નાયિકા
|
વિવાનાનો અર્થ છે અનંતકાળ સુધી ચમકતા રહેવુ અને વિવાના બોલીવુડના આકાશમાં ચમકવા માંગે છે. વિવાનાની પણ આ પહેલી ફિલ્મ છે અને તે આતુરતા પૂર્વક આ ફિલ્મના રજૂ થવાની અને લોકોના અભિપ્રાય જાણવાની રાહ જોઈ રહી છે.
કોણ છે વિવાના ?
વિવાના ગૈર ફિલ્મી પરિવારથી છે અને તેના પિતા પોલીસ ઓફિસર છે. ઉત્તરપ્રદેશમાં રહેનારી વિવાના જ્યારે 9માં ઘોરણમાં ભણતી હતી, ત્યારે શાહરૂખ અભિનીત ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' જોઈ. આ ફિલ્મએ વિવાનાના મગજ પર ઉંડી અસર કરી અને તેણે હીરોઈન બનવાના સપનાં જોવા શરૂ કરી નાખ્યા.
મસૂરી બોર્ડિંગ સ્કૂલમાં ભણતી વિવાનાએ પોતાના પિતાને પત્ર લખ્યો અને પોતાના સપનાના વિશે જણાવ્યુ. વિવાનાના પિતાએ તેમણે પહેલા ભણતર પુરૂ કરવા માટે કહ્યુ. વિવાના તો પોતાનુ સપનું પુરૂ કરવા માંગતી હતી. તેણે પિતાની વાત માનીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને પછી 2005માં પોતાના માતા-પિતાની પરવાનગી લઈને મુંબઈનો રસ્તો પકડ્યો.
અભિનયનુ પ્રશિક્ષણ
વિવાનાને અભિનયનો બિલકુલ અનુભવ નહોતો. તેથી તેણે સૌથી પહેલા અભિનયમાં નિપુણતા મેળવવા માટે અનૂપમ ખેરની સ્કૂલમાં એડમિશન લીધુ. અભિનય શીખ્યા પછી વિવાનાનો અસલી સંઘર્ષ શરૂ થયો.
ફિલ્મોમાં કામ મેળવવુ ઘણુ મુશ્કેલ હોય છે અને તેને માટે સખત મહેનત કરવી પડે છે. ભાગ્ય એ લોકોનો સાથ આપે છે, જેમનામાં લગન હોય છે. વિવાના ઉપર તો અભિનયનુ ભૂત સવાર હતુ. તેણે જલ્દી એક જાહેરાત કંપનીમાં કામ કરવાની તક મળી ગઈ.
આ એક મોટી તક હતી કારણકે આ જાહેરાતમાં તેમણે બોલીવુડના સુપર સ્ટાર અક્ષય સાથે કામ કરવાનું હતુ. વિવાનાની મંજીલ ફિલ્મ હતી, પણ અક્ષયની સાથે કામ કરવાનો અવસર તે ગુમાવવા નહોતી માંગતી. તેણે તરત જ તક ઝડપી લીધી. સુંદર વિવાનાને ત્યારબાદ ઘણી મોટી કંપનીઓએ મોડલ બનાવી.
'
|
સફળ મોડલ બન્યા પછી વિવાનાની એક ઓળખાણ બની ગઈ અને ફિલ્મ નિર્માતાઓનુ ધ્યાન તેમની તરફ ગયુ. વિવાનાને પ્રસ્તાવ મળવા શરૂ થઈ ગયા, પણ વિવાના એક સારી ફિલ્મની રાહ જોઈ રહી હતી. તે પોતાનુ કેરિયર એક મહત્વપૂર્ણ ફિલ્મથી શરૂ કરવા માંગતી હતી.
'જિમી'ના નિર્દેશક રાજ એન. સિપ્પી અને નિર્માતા નવમાન મલિક અનુપમ ખેરની એક્ટિંગ શાળામાં પોતાની ફિલ્મને માટે હીરોઈનની શોધ કરવા આવ્યા. તેમણે વિવાના ગમી ગઈ અને તેમણે વિવાનાનો સ્ક્રિન ટેસ્ટ અને તે પસંદ કરી લેવામાં આવી. વિવાનાએ વિચાર્યુ પણ નહોતુ કે આટલુ જલ્દી તેનું સપનું પુરૂ થઈ જશે.
બગડેલી છોકરીનો રોલ
'જીમી'નુ નિર્માણ મિમોહને લોંચ કરવા માટે કરવામાં આવ્યુ છે. તેથી આની સ્ટોરી અને પટકથા મિમોહને ધ્યાનમાં મૂકીને લખવામાં આવી છે. વિવાના પણ આ હકીકત જાણતી હતી પણ તેમનુ માનવુ છે કે તેમનો રોલ પણ મહત્વપૂર્ણ છે.
'જિમી' ફિલ્મમાં વિવાના શ્રીમંત પરિવરની બગડેલી અને અભિમાની છોકરી મધુની ભૂમિકા ભજવી રહી છે, આ ફિલ્મમાં એક ઘટના પછી તે ફિલ્મના નાયકની નજીક આવી જાય છે અને બંનેને પ્રેમ થઈ જાય છે. ત્યાર બાદ એ બગડેલી છોકરી સુશીલ અને સભ્ય બની જાય છે.
વિવાના મુજબ આ ભૂમિકામાં તેણે કેટલાય શેડ્સ ભજવવા મળ્યા છે. તેમનુ માનવુ છે કે ફિલ્મ દર્શકોને પસંદ જરૂર આવશે કારણકે આ ફિલ્મમાં દર્શકોને ગમતાં બધા મસાલા છે.
સાઈબાબાની ભક્ત
વિવાનાને સાઈ બાબા પર ખૂબ જ ભરોસો છે. વિવાનાનુ કહેવુ છે કે 'હું સાઈ બાબાને ખૂબ માનુ છુ અને બાબા મને આગળ વધારશે એવો વિશ્વાસ છે. વિવાનાને સતત ફિલ્મોના પ્રસ્તાવ મળી રહ્યા છે, પણ તે ઉતાવળ કરવા નથી માંગતી.
તે એવુ કોઈ પગલું ઉઠાવવા નહોતી માંગતી જેને કારણે તેને પાછળથી પછતાવુ પડે. તે 'જિમી'ના પછી જ બીજી ફિલ્મો સાઈન કરશે.
