શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020 (09:14 IST)

ગુરૂવારના ટોટકા - ગુરૂવારે કરશો આ ઉપાય તો દૂર થશે તંગી..

ગુરૂવારના ટોટકા - ગુરૂવારે કરશો આ ઉપાય તો દૂર થશે તંગી..
દરેક કોઈને પોતાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ધનની જરૂર હોય છે. પણ ધન દરેક કોઈ પાસે ટકતુ નથી.
આર્થિક સંકટ સૌથી મોટુ કષ્ટ હોય છે. તેથી આ સંકટને દૂર કરવા માટે ગુરૂવારે કેટલાક વિશેષ ઉપાય કરવા જોઈએ.
આ ઉપાય જીવનમાં આવી રહેલ આર્થિક પરેશાનીઓને દૂર કરવા ઉપરાંત આ
ઉપાયો કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને વૈભવનો પણ
વાસ રહેશે.
 
ગુરૂવારે ભગવાન બૃહસ્પતિ અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે અને આ દિસસે આ દેવતાઓને કેટલીક જરૂરી વસ્તુઓ અર્પિત કરવી જોઈએ.
જેનાથી તમારા સંકટ દૂર થઈ શકે છે.
તો આવો જાણીએ જો આર્થિક સંકટ હોય તો તે કયા ઉપાય છે જે કામ આવી શકે છે.
 
ગુરૂવારના દિવસે કરો આ કામ
 
- ગુરૂવારના દિવસે સ્નાન ધ્યાન પછી તમારે પીળા વસ્ત્ર પહેરવા જોઈએ.
આ સાથે જ ભગવાનને પીળા ફુલ, ચંદન અને ભોગ લગાવવો જોઈએ. ગુરૂવારે
પીળી જ વસ્તુઓ ખાવી પણ જોઈએ અને દાન પણ કરવી જોઈએ.
 
-સ્નાન કરવાના પાણીમાં દર ગુરૂવારે ચપટી હળદર નાખી દો. આ પાણીથી સ્નાન કર્યા પછી તમે કેળાની જડમાં પાણી નાખો અને એ જળમાં પણ ચપટી હળદર અને પીળા ફુલ સામેલ કરો. તેનાથી તમારી આર્થિક સમસ્યા દૂર થવા માંડશે.
 
- ગુરૂવારે તમે વ્રતનો સંકલ્પ લો અને ઓછામાં ઓછા 12 ગુરૂવાર વ્રત કરો. વ્રત દરમિયાન કેળાનુ દાન કરો. પણ તમે ખુદ કેળા ન ખશો. તેનાથી તમારા પર ધનનુ સંકટ હશે તો દૂર થશે અને ઘરમાં ખુશીઓનો વાસ થશે.
 
- . ગુરૂવારે ગુરૂદેવની પૂજા પછી કેળામાં જળ આપવુ જોઈએ. ત્યારબાદ તુલસીમાં કાચુ દૂધ ચઢાવો. કોશિશ કરો કે આ ઉપાય ગુરૂ પુષ્ય નક્ષત્રમાં શરૂ કરો.
 
-ગુરૂને મજબૂત કરવા માટે દરરોજ શિવજીને પીળા કનેરના ફુલ અર્પિત કરવા જોઈએ. તેનાથી ધન સુખ સંપદા બધુ મળે છે.
 
- . ગુરૂવારના દિવસે બૃહસ્પતિ કથા વાંચો અને વાંચતા પહેલા પુસ્તકને ફુલ અને અગરબત્તી જરૂર બતાવો. ત્યારબાદ ૐ બૃ બૃહસ્પતે નમ: 
મંત્રનો લગભગ 11 કે 21 વાર જાપ કરો.