શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: શનિવાર, 17 જૂન 2017 (19:04 IST)

Morningમાં દુકાન ખોલતા પહેલા કરો આ કામ, આખો દિવસ ઘરાકી થતી રહેશે...

કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા લોકો જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રની સલાહ લેવી પસંદ કરે છે.   કારણ કે કોઈપણ કાર્ય કરતા પહેલા લોકો કશુ પણ ખરાબ થાય એવુ ઈચ્છતા નથી. 
 
મોટાભાગે લોકો એ જુગાડમાં લાગેલા હોય છે કે તેઓ પોતાનું નવુ કામ કરતી વખતે કંઈક એવુ કરે કે તેમનુ કામ દિવસો દિવસ વધતુ જાય. 
 
આજે અમે તમને વાસ્તુમાં પણ કેટલાક એવા મંત્ર અને કાર્ય બતાવી રહ્યા છીએ જેની મદદથી તમે તમારી દુકાનના કાર્યમાં વધારો મેળવી શકો છો. 
 
લક્ષ્મી મંત્ર 
 
સવારે દુકાન ખોલતી વખતે આ મંત્રનો 7-7 વાર જાપ કરો. પછી દુકાનનું શટર ખોલો. 
 
--  ૐ મહાલક્ષ્મૈય ચ વિધ્નહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્યો લક્ષ્મી પ્રચોદયાત 
 
- ત્યારબાદ ધૂપ-દીપ બતાવીને તમારા કાર્યની શરૂઆત કરો 
 
- સમૃદ્ધિ મેળવવા માટે કાગડા કે ગાયને રોજ તમારા ભોજનમાંથી એક ટુકડો કાઢીને ખવડાવો. 
 
- તમારી દુકાનમાં સફળતા અને વધુ આવક માટે પીળા રંગનો પુખરાજ ધારણ કરો. જો તમે ચાહો તો પન્ના પણ ધારણ કરી શકો છો. 
 
- વેપારમાં તરક્કી મેળવવા માટે રોજ સૂર્ય નમસ્કાર કરો.