સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (16:15 IST)

દૂધના આ અચૂક ઉપાય કરવાથી ઘરમાં રહે છે મા લક્ષ્મીનો અખંડ વાસ, જાણો અચૂક રીત

દેવી લક્ષ્મીના આશીર્વાદ કોણ મેળવવા માંગતું નથી. લોકોનો પ્રયાસ રહે છે કે દેવી લક્ષ્મી હંમેશા તેમના ઘરમાં રહે. લાલ કિતાબમાં દેવી લક્ષ્મીનો અખંડ વાસ ઘરમાં રહે તે માટે કેટલાક નિશ્ચિત ઉપાયો આપવામાં આવ્યા છે. દૂધના આ ઉપાયો ખૂબ જ આસાન છે અને પૈસા મેળવવા ઉપરાંત અન્ય ઘણી સમસ્યાઓથી પણ છુટકારો અપાવે છે. ચાલો જાણીએ લાલ કિતાબમાં દર્શાવેલ દૂધના અચૂક ટોટકા.
 
અમીર બનવાના ઉપાયઃ જો તમે કાયમ અમીર રહેવા માંગતા હોવ તો લોખંડના વાસણમાં પાણી, ખાંડ, દૂધ અને ઘી મિક્સ કરી લો. ત્યારબાદ તેને પીપળના ઝાડના મૂળમાં અર્પણ કરો. મા લક્ષ્મીની કૃપા બની રહેશે.
 
વેપારમાં પ્રગતિ અને ધનવાન બનવાના ઉપાયઃ દર સોમવારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ મિશ્રિત જળ ચઢાવો. તેની સાથે રુદ્રાક્ષની માળાથી 108 વાર ઓમ સોમેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. તેની સાથે જ પાણીમાં દૂધ મિક્સ કરીને દરેક પૂર્ણિમાએ ચંદ્રને અર્ધ્ય ચઢાવો. તેનાથી તમારી કમાણી જલ્દી જ વધી જશે.
 
અસાધ્ય રોગથી છુટકારો મેળવવાનો ઉપાયઃ સોમવારે રાત્રે 9 વાગ્યા પછી શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર કાચું દૂધ મિશ્રિત જળ અર્પિત કરો અને ઓછામાં ઓછા 108 વાર ऊं जूं सः મંત્રનો જાપ કરો. ત્યારબાદ  થોડા દિવસો સુધી સતત આ કરવાથી બીમાર વ્યક્તિને આરામ મળે છે. આ ઉપાય બીમાર વ્યક્તિના પરિજન પણ કરી શકે છે.
 
કામમાં આવતી અડચણો દૂર કરવાના ઉપાયઃ રવિવારની રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ દૂધ ભરીને માથા પાસે રાખો. તેને એવી રીતે રાખો કે ગ્લાસ કે દૂધ પડી ન જાય. બીજા દિવસે આ દૂધને બાવળના ઝાડના મૂળમાં નાખો. દર રવિવારે રાત્રે આવું કરો. થોડા દિવસોમાં કામ થઈ જશે.
 
ભાગ્ય વધારવાનો ઉપાયઃ જો તમને તમારી મહેનત પ્રમાણે ફળ ન મળી રહ્યું હોય તો દૂધમાં સાકર અને કેસર અથવા હળદર મિક્સ કરીને સાંજે શિવલિંગ પર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. થોડા દિવસોમાં તમને શુભ પરિણામ મળવા લાગશે.