એક લીલા રંગની થેલીથી દૂર થઈ શકે છે તમારી ધનની સમસ્યા
શુ તમારો વ્યવસાય સારો નથી ચાલી રહ્યો ? કે પછી કમાણીથી વધુ ખર્ચ થઈ જાય છે. કે નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યુ ? ધન આવીને વપરાય જાય છે તો ગભરાશો નહી. આજે અમે તમને એક એવો ઉપાય બતાવી રહ્યા છે જેને કરવાથી તમારી આ બધી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. આ ઉપાયો આ પ્રકારના છે..
ઉપાય
કોઈ ગુરૂ પુષ્ય યોગ અને શુભ ચન્દ્રમાંના દિવસે સવારે લીલા રંગના કપડાની નાનકડી થેલી તૈયાર કરો. શ્રી ગણેશના ચિત્ર અથવા મૂર્તિ આગળ આ થેલી મુકીને સંકટનાશન ગણેશ સ્તોત્રના 11 પાઠ કરો. ત્યારબાદ આ થેલીમાં 7 મગના દાણા, 10 ગ્રામ આખા ધાણા, એક પંચમુખી રુદ્રાક્ષ. એક ચાંદીનો રૂપિયો કે 2 સોપારી, 2 હળદરની ગાંઠ મુકીને જમણા મુખના ગણેશ જીને શુદ્ધ ઘીના મોદકનો નૈવૈદ્ય લગાવો. આ થેલી તિજોરી કે કેશ બોક્સમાં મુકી દો. ગરીબો અને બ્રાહ્મણોને દાન કરતા રહો. આર્થિક સ્થિતિમાં જલ્દી સુધારો થશે. 1 વર્ષ પછી નવી થેલી બનાવીને બદલતા રહો.