ધન પૈસા સંપત્તિ ક્યાથી આવશે.. અજમાવો આ ખાસ ઉપાય
જો પૂરતા પૈસા કમાવ્યા પછી પણ ધન એકત્ર ન થઈ રહ્યુ હોય તો નિમ્ન ઉપાયોને અજમાવવાથી તમે તમારા ઘરમાં ધનની બરકત વધારી શકશો.
- સવારે મોઢુ ધોયા વગર પાણી કે ચા ન પીશો
- એંઠા હાથ વડે કે પગ વડે ક્યારેય ગાય, બ્રાહ્મણ અને અગ્નિને સ્પર્શ ન કરો.
- ઘરમાં દેવી-દેવતાઓ પર ચઢાવેલા ફૂલ કે હાર સૂકી ગયા પછી તેમને ઘરમાં રાખવા નુકશાનદાયી હોય છે.
- પોતાના ઘરમાં પવિત્ર નદીઓના પાણીનો સંગ્રહ કરીને રાખવો જોઈએ. આને ઘરના ઈશાન કોણમાં મુકવા વધુ લાભદાયક હોય છે.
- કાળા તલ પરિવારના બધા સભ્યોના માથા પરથી ઉતારીને ઘરના ઉત્તર દિશામાં ફેંકી દો. ધનહાનિ બંધ થઈ જશે.
- કાળા કૂતરાને દરેક શનિવારે કડવા તેલ(સરસિયાના તેલ)લગાવેલી રોટલી ખવડાવો
- સાંજે સુવુ, વાંચવુ અને ભોજન કરવુ નિષેધ છે. સૂતા પહેલા પગને ઠંડા પાણીથી ધોવા જોઈએ. પણ ભીના પગ લઈને ન સુવુ જોઈએ. તેનાથી ધનહાનિ થાય છે.
- ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મોઢુ કરીને કરવુ જોઈએ. શક્ય હોય તો રસોડામાં જ બેસીને ભોજન કરો. તેનાથી રાહુ શાંત થાય છે. ચંપલ પહેરીને ક્યારેય જમવુ ન જોઈએ.
- રાત્રે ચોખા, દહી અને સત્તૂનુ સેવન કરવાથી લક્ષ્મીનું અપમાન થાય છે. તેથી સમૃદ્ધિ ઈચ્છતા લોકોએ અને જે વેપારીઓને આર્થિક નુકશાન થઈ રહ્યુ હોય તેમણે આનુ સેવન રાત્રના ભોજનમાં ન કરવુ જોઈએ.