બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

ઘરમાં સૌભાગ્યને આમંત્રણ આપો

- ઘરના મુખ્યદ્વારા પર બહારની તરફ ફુલોનો ગુલદસ્તો કે નાની ઘંટડીઓ લગાડવી જોઈએ. 
 
- તમારી ધાર્મિક આસ્થા મુજબ મુખ્ય દ્વાર બહાર માંગલિક પ્રતીકોનુ પણ પ્રદર્શન કરવુ જોઈએ. જેવા કે સ્વસ્તિક, ૐ, ત્રિશૂલ વગેરે. આ માંગલિક પ્રતિકોના પ્રયોગથી સૌભાગ્ય, સમૃદ્ધિમાં વધારો થાય છે. આ રીતે ઘરમાં સૌભાગ્યને આમંત્રણ આપવાનુ હોય છે. 
 
- મુખ્યદ્વાર અને તેની આજુબાજુ યોગ્ય સફાઈ થવી જોઈએ જેથી સકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ કરવામાં કોઈ પ્રકારનો અવરોધ ઉભો ન થાય. ઘરનો બિનજરૂરી બેકાર કબાડ મુકવાથી નકારાત્મક ઉર્જા વધે છે. જેનાથી સમૃદ્ધિને નુકશાન પહોંચે છે.  
 
-ભવનના મુખ્ય દ્વારા સામે કોઈપણ પ્રકારનો અવરોધ જેવો કે થાંભલો, ઝાડ, ખુલ્લુ નાળુ વગેરે થવુ અશુભ હોય છે. આ રીતનો દોષ અન્ય કષ્ટો ઉપરાંત આર્થિક કષ્ટનુ કારણ બને છે. 
 
- બાઉંડ્રીવોલ અને મકાનના ઉત્તર પૂવ (ઈશાન ખૂણો) દબાયેલો, કપાયેલો કે ગોળ હોવો અશુભ ગણાય છે. આ દોષને કારણે આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. એવો કોઈપણ દોષ  હોય તો તેને ત્વરિત દૂર કરવો જોઈએ. તેનાથી વિપરિત ઈશાન ખૂણો મોટો હોય તો તે ખૂબ શુભ કહેવાય છે.