શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

Tantra Mantra totke - આ ઉપાયો ઘરમાં કકળાટ, કંકાસ, કજીયાને દૂર કરશે

સામુહિક રૂપે રહેનારા પ્રાણીયો સાથે પરિવાર-પરિવારથી સમાજ અને સમાજથી રાષ્ટ્રનુ નિર્માણ થાય છે. આ બધુ એક જ સૂત્રમાં ત્યારે બંધાય શકે છે જ્યારે પરિવારોમાં તેમના સભ્યોમાં પરસ્પર પ્રેમ હોય. સમવિચાર હોય... એકબીજાની ભાવનાઓનો આદર કરનારા હોય. અનુશાસિત હોય. સારા સ6સ્કારોનુ પેઢી દર પેઢી સંચાલન હોય. પારિવારિક સંગઠન સુદ્દઢતાનુ મૂળ સૂત્ર અને આધાર છે. આ બધા તથ્યો પરિવારમાં હોવાથી પરિવારમાં પરસ્પર સંગઠન અને મધુરતા આવે છે. 
 
- જો કોઈ પણ જન્મકુંડળીમાં પિતૃ દોષ હોય તો તેનો ઉપાય છે. દર અમાસન રોજ બ્રાહ્મણને ઘરે બોલાવીને બપોરે 12 વાગ્યા પછી આદરથી ભોજન કરાવો. નિત્ય તમારા પિતરો પ્રત્યે સ્નાન પછી ત્રણ તર્પણ જળથી કરો.. 'ૐ સર્વ પિતૃ તર્પયામી' અહીને જળ છોડો. 
 
- દરેક અમાસના રોજ એક વાડકી ચોખા બાફીને ઠંડા કરી એક ગોલ પિંડ બનાવી તેની લાલ દોરો, ચંદન-ફૂલથી પૂજા કરો. તેના ઉપર કાચુ દૂધ, ગંગા જળ પણ ચઢાવો. ઉપરાંત એક માળા ગાયત્રી મંત્ર કરીને થોડી વાર માટે રૂમ બંધ કરીને તે પિંડ પૂજન સામગ્રી સહિત ગાયને ખવડાવી દો. 
 
- રોજ સાંજે (ગાયના છાણમાંથી દીવો બનાવી લો) તમારા ઘરના દ્વાર પાસે તુલસીના કુંડા પસે ગાયના છાણના દીવામાં ઘી નો દીવો સળગાવો. આવુ 40 દિવસ સુધી જરૂર કરો. આ ખૂબ જ લાભકારી ઉપાય છે. 
 
- રોજ સાંજે સારા ઘરમાં કાચા દૂધમાં 9 ટીપા મઘના મિક્સ કરી છાંટી દો. પછી ગૂગ્ગલ, હરમલ, લોબાન, મોટો અજમો, પીળો સરસવ મિશ્રિત પાવડરથી ધૂણ્રી કરો. 
 
- પતિ પત્ની વચ્ચે બનતુ ન હોય તો તમારા બેડરૂમમાં સાંજે એક કપૂર પર 3 લવિંગ મુકી સળગાવો. અડધો કલાક રૂમ બંધ કરો. આવુ રોજ 108 દિવસ સુધી કરો. 
- તમારા માતા પિતાના નિત્ય ચરણ સ્પર્શ કરી શુભ આશીર્વાદ લો. તેમની સેવા કરો. 
 
- તમારા ઘરનો ઉંબરો રોજ સવારે જરૂર ધુઓ. 
 
- કાલસર્પ કુંડલી  હોય તો 18 સુકા નારિયળ રવિવારે 18 જુદા જુદા મંદિરોમાં એક એક કરીને ચઢાવો અથવા ચાંદીનો નાગ-નાગણ ના જોડા બનાવો જેની આંખોમાં લસણિયો નંગ લાગેલો હોય, પૂછડીમાં ગોમેદ લાગેલુ હોય.  આનુ નદિ કિનારે કાલ સર્પ પૂજન રાહુ-કેતુ પૂજન વાસ્તુ પૂજન કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસેથી કરાવો.  3 પૂનમ 2 અમાસ કુલ પાંચ પૂજન કરાવો. 
 
- ઘરમાં સદૈવ ગાયત્રી મંત્રીની ધ્વનિ તરંગો મંત્ર વગાડતા રહો.