બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : બુધવાર, 29 ડિસેમ્બર 2021 (12:18 IST)

કાળા મરીના આ ટોટકા તમને બનાવી દેશે માલામાલ, જીવનમાં દરેક કામ થઈ જશે આસાન

જીવનમાં મોટેભાગે એવુ થાય છે કે તમામ પ્રયાસો પછી પણ તમને એ સફળતા નથી મળતી જે તમે ઈચ્છો છો. મોટેભાગે તમામ પ્રયાસ અને પૂજા પાઠ પછી પણ જીવનમાં સમસ્યાઓ કાયમ રહે છે.  આવામાં વ્યક્તિ ખૂબ પરેશાન થઈ જાય છે. પણ અનેકવાર જીવનની દરેક પરેશાનીઓમાંથી નીકળવા માટે અનેક પ્રકારના ટોટકા પણ કરવામાં આવે છે. જે સફળતા અપાવે છે.  આમાથી એજ એક કાળા મરીના ટોટકા જીવનમાં સફળતા અપાવવામાં મદદ કરે છે. 
 
આમ તો દરે કોઈ જાણે છે કે મરચા પાંચ પ્રકારના હોય છે. તેમાથી સૌથી વધુ ગુણકારી છે કાળા મરી.  કાળા મરી આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. પણ કાળા મરીના ટોટકા પણ કરવામાં આવે છે. જાણો કેવી રીતે કાળા મરીનો ઉપયોગ પૈસા મેળવવા, પરેશાનીઓથી છુટકારો મેળવવા અને ભાગ્યને મજબૂત કરવા માટે કેવી રીતે કરવો જોઈએ 
 કાળા મરીના ટોટકા નં. 1 
 
જો તમે જીવનમાં પૈસાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને પૈસાનો ફાયદો ઈચ્છતા હોય તો તેના માટે કાળા મરીનો આ ટોટકો અસરકારક છે. તમે કાળા મરીના 5 દાણા લો અને તેને તમારા માથાના ઉપરથી 7 વાર ઉતારી લો. ત્યારપછી રાત્રે કોઈ ચારરસ્તા અથવા નિર્જન જગ્યાએ ઉભા રહીને ચારેય દિશામાં ચાર દાણા ફેંકી દો. અને બાકીના પાંચમા દાણાને આકાશ તરફ ફેંકીને ઘરે પરત ફરો. આવુ કરવા દરમિયાન તમારે પાછું વળીને જોવાનુ નથી.
 
 કાળા મરીના ટોટકા  નં. 2 
 
જો તમે જીવનમાં શનિની પરેશાનીઓથી પરેશાન છો, અને તેમનાથી છૂટકારો મેળવવા માંગો છો, તો તે માટે પણ કાળા મરીનો ઉપાય ખાસ છે. જો શનિદેવ ક્રોધિત હોય તો પરેશાનીમાંથી મુક્તિ મેળવવા માટે કાળા મરી અને 11 રૂપિયા કાળા કપડામાં દાન કરો. અથવા તેને કોઈપણ શનિ મંદિરમાં રાખો.
 
 કાળા મરીના ટોટકા નં. 3 
 
અમાવસ્યા કે પૂર્ણિમાના દિવસે કાળા મરીના યુક્તિઓ કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે. આ બંને દિવસે 'ઓમ ક્લીં' આ મંત્રનો જાપ કરતી વખતે કેટલાક અનાજ સાથે તેને પરિવારના સભ્યોના માથા પરથી ફેરવતી વખતે દક્ષિણ દિશામાં ફેંકી દો.
 
કાળા મરીના ટોટકા  નં. 4 
 
જો તમે ક્યારેય કોઈ ખાસ કામ માટે ઘરની બહાર જતા હોય તો ઘરની બહાર નીકળતી વખતે મુખ્ય દરવાજા પર કાળા મરી મુકો. પછી આ મરી પર તમારો પગ મુકીને બહાર નીકળો. આમ કરવાથી તમે જે કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો તે પૂર્ણ થશે અને યાત્રા શુભ રહેશે.
 
કાળા મરીના ટોટકા નં. 5 
તમે કાળા મરીના 7-8 દાણા લો અને તેને તમારા ઘરના કોઈપણ એક ખૂણામાં દીવામાં સળગાવો. આ સિવાય 5 ગ્રામ હિંગ, 5 કપૂર અને 6 કાળા મરી ભેળવીને નાના-નાના દાણા બનાવો, ત્યારબાદ તેને સવાર-સાંજ ઘરમાં સળગાવી દો. આમ કરવાથી ઘરની તમામ આર્થિક પરેશાનીઓ દૂર થઈ જાય છે.