શનિવાર, 14 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : બુધવાર, 22 ઑગસ્ટ 2018 (10:56 IST)

પૈસા, વેપાર કે ધન સંબંધિત સમસ્યાઓ માટે અપનાવો આ ટોટકા

- જો વ્યાપાર સારી રીતે ના ચાલી રહ્યો હોય તો શનિવારે લીંબુનો આ ઉપાય કરવો. તેના માટે એક લીંબુને દુકાનની ચારે દીવાલોથી અડાડીને એના ચાર ટુકડા કરો 
 
અને ચાર રસ્તા પર જઈને ચારે દિશાઓમાં એક-એક લીંબુનો ટુકડો ફેંકી દો. આમ કરવાથી દુકાન-વ્યાપાર સ્થળની નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જશે.
 
- ઘરની નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે ઘરમાં લીંબુનું ઝાડ વાવી શકાય છે. લીંબુનાં ઝાડથી આસપાસનું વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. ઘરના 
 
આંગણાંમાં લીંબુનું વૃક્ષ હોવાથી ઘરનો વાસ્તુ દોષ પણ દૂર થાય છે.
 
- ઘરમાંથી બીમારી દૂર કરવા માટે એક આખું લીંબુ લઈ તેના ઉપર કાળી શ્યાહિથી 307 લખવું, આ લીંબુને બીમાર વ્યક્તિના માથા પરથી ઊંધી દિશામાં 7 વખત 
 
ફેરવવું અને તેમાં ચાર કાપા પાડવા. આ લીંબુ કોઈ નિર્જન સ્થળે ફેંકી આવવું.
 
- તિજોરીને ધનથી ભરેલી રાખવા માટે તેમાં કુબેર યંત્ર અવશ્ય રાખવું. કુબેર યંત્રની પૂજા કરી તેને તિજોરીમાં શુભ મુહૂર્તમાં રાખવું. કુબેર યંત્રના કારણે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે.
 
- ખંડિત ન હોય તેવું ભોજપત્ર લઈ તેના પર મોરના પીંછાની મદદથી ચંદન વડે શ્રી લખવું. આ ભોજપત્ર તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં લાભની અનુભૂતિ થવા લાગશે.
 
- ગણેશ પૂજામાં જે સોપારીનો ઉપયોગ થયો હોય તેની પૂજા કરી અને તેને પણ સિક્કા પર સ્થાપિત કરી તિજોરીમાં પધરાવી શકાય. તિજોરીમાં રાખતી વખતે તિજોરી પર નાડાછડી અવશ્ય બાંધવી.