શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: બુધવાર, 14 નવેમ્બર 2018 (15:19 IST)

તુલસીના 5 પાન તમને બનાવી દેશે ધનવાન, કરો આ રીતે ઉપયોગ

તુલસીના પાન ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. સામાન્ય રીતે આ છોડ દરેક ઘરમાં જોવા મળી જાય છે અને દરેક શુભ કામમાં તેને સામેલ પણ કરવામાં આવે છે. પણ શુ તમે જાણો છો કે તુલસીના પાન તમને અનેક રીતે મદદ કરી શકે છે.  ભલે પૈસાની સમસ્યા હોય કે પછી ઘરમાં  નકારાત્મક શક્તિઓ હોય.. દરેક પ્રકારની પરેશાનીમાંથી તુલસીના પાંચ પાન તમને મુક્તિ અપાવી શકે છે.. આવો જાણીએ કેવી રીતે 
 
1. જો તમારા ઘરમાં નકારાત્મક શક્તોનો અહેસાસ થઈ રહ્યો હોય તો સૂતા પહેલા તમારા ઓશિકા નીચે તુલસીના પાંચ પાન મુકી તો. તેનાથી ત્યાથી આ શક્તિઓ ભાગી જશે.. પણ ધ્યાન રાખજો કે તુલસીના પાન સાંજ પડતા પહેલા તોડી લેજો. 
 
2.  જે કપલ વચ્ચે પરસ્પર ન બનતુ હોય. દર બીજા દિવસે લડાઈ ઝગડો થઈ રહ્યો હોય તો તુલસીના 5 પાનને તમારી પાસે રાખો. આવુ કરવાથી પતિ પત્ની વચ્ચે લડાઈ ઝગડો ખતમ થઈ જશે.  
 
તમે તુલસીના પાન જ્ય પણ મુકો તે 24 કલાક પછી બદલી નાખો અને આવુ સતત 21 દિવસ સુધી કરો. જે સૂકા પાન છે તેને જળમાં પ્રવાહિત કરી દો. 
 
3. તુલસીના 5 પાનને એક લાલ કાગળમાં લપેટીને પૂજા સ્થળ પર મુકી દો અને તેની પૂજા કરો. આ પાનને તમારા મનની ઈચ્છા બતાવો. થોડા જ દિવસમાં તમને ફરક દેખાશે. આવુ કરવાથી સુતેલુ નસીબ જાગી જાય છે.