શુક્રવાર, 7 ઑક્ટોબર 2022
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified શનિવાર, 17 ઑક્ટોબર 2020 (19:53 IST)

ધન લાભ લેવો હોય કે જલ્દી લગ્ન કરવા હોય, નવરાત્રીમાં કરો આ ઉપાય જરૂર થશે લાભ

નવરાત્રની શરૂઆત થઈ ગઈ છે, નવરાત્રમાં આ ઉપાય જલ્દી જ શુભ ફળ આપે છે. ધન નૌકરી સ્વાસ્થય , સંતાન ,લગ્ન  ,પ્રમોશન વગેરેની મનોકામના આ 9 દિવસોમાં કરેલ ઉપાયથી પ્રાપ્ત થઈ શકે છે . આ ઉપાય આ પ્રકારના છે. 
 
1. ધન લાભ માટે ઉપાય 
નવરાત્રી સમયે કોઈ પણ દિવસે સ્નાન વગેરે કર્યા પછી ઉત્તર દિશામાં મોઢું કરીને પીળા આસન પર બેસી જાવ. તમારા સામે તેલના 9 દીપક પ્રગટાવી લો. આ દીપક સાધનાકાળ સુધી પ્રગટતા રહેવા જોઈએ. દીપક સામે લાલ ચોખા( રંગી લો)નો એક ઢગલો બનાવી એના પર શ્રીયંત્ર મૂકી એની ,કંકુ ,ફૂલ, ધૂપ અને દીપથી પૂજન કરો. 
 
એ પછી એક પ્લેટ પર સ્વસ્તિક બનાવીને એને સામે રાખી એનું પૂજન કરો. શ્રીયંત્રને તમારા પૂજા સ્થળ પર સ્થાપિત કરી લો. વધેલી સામગ્રીને નદીમાં પ્રવાહિત કરી દો. આ પ્રયોગથી તમને તરત જ ધનલાભના યોગ બની શકે છે. 
 
તરત લગ્ન માટે ટિપ્સ 
નવરાત્રીમાં શિવપાર્વતીનું એક ચિત્ર તમારા પૂજાસ્થળમાં મુકો અને એમની પૂજા કર્યા પછી નીચે લખેલા મંત્રના 3 , 5 કે 10 માળા જાપ કરો . જાપ પછી ભગવાન શિવજીને લગ્નમાં આવતી મુશ્કેલીઓ માટે પ્રાર્થના કરો. 
 
મંત્ર - ૐ શં શંકરાય સકલ -જન્માર્જિત -પાપ-વિધ્વંસનાય
પુરૂષાર્થ-ચતુષ્ટ-લાભાય- ચ પતિ મે દેહી કુરુ-કુરુ સ્વાહા 
 
બરકત વધારવાના ઉપાય 
 
નવરાત્રીમાં કોઈ પણ દિવસે સવારે સ્નાન કરી સ્વચ્છ કપડામાં તમારી સામે મોતી-શંખને મુકી અને એના પર કેસરથી સ્વાસ્તિકના ચિહ્ન બનાવી લો . એ પછી નીચે લખેલા મંત્રના જાપ કરો 
શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મનયૈ નમ: 
 
મંત્રના જાપ સ્ફટિકથી જ કરો. મંત્રોચ્ચારના સાથે એક -એક ચોખા આ શંખ પર નાખો આ વાતનું  ધ્યાન રાખો કે  ચોખા તૂટેલા ન હોય. આ પ્રયોગ સતત નવ દિવસ સુધી કરો. 
 
આ રીતે રોક એક માળા જાપ કરો. એ ચોખાને એક સફેદ રંગના કપડાની કોથળીમાં મુકો અને 9 દિવસ પછી ચોખા સાથે શંખને પણ આ કોથળીમાં મુકીને તિજોરીમાં મુકો. આ ઉપાયથી ઘરને બરકત વધી શકે છે. 
 
મનપસંદ વર માટે ઉપાય (tips for partner ) 
 
 નવરાત્રના સમયે કોઈ પણ દિવસે તમારા પાસે સ્થિત શિવ મંદિરમાં જાઓ . ત્યાં ભગવાન શિવ અને માતા પાર્વતી પર જળ અને દૂધ  ચઢાવો અને પંચોપચાર(ચંદન , પુષ્પ ,ધૂપ, દીપ અને નૈવૈધ્ય ) થી એમનું પૂજન કરો. હવે લાલ દોરા પૂજામાં ઉપયોગ થાય એ થી આ બન્ને મધ્યે ગઠબંધન કરો. 
હવે ત્યાં બેસીને લાલ ચંદનની માળાથી આ મંત્રના જાપ 108 વાર કરો. 
 
હે ગૌરી શંકરાધાર્ગી યથા ત્વં શંજર પ્રિયા 
તથા માં કુરુ કલ્યાણે કાંંત કાંતા સુદુર્લભામ 
 
એ પછી ત્રણ મહીના સુધી રોજ આ મંત્રના જપા શિવ મંદિઅરમાં કે તમારા ઘરના પૂજા કક્ષમાં માતા પાર્વતી સામે 108 વાર કરો . ઘરે પણ પંચોપચાર કરવી છે. 
 
ઈંટરવ્યૂમાં સફળતાના ઉપાય 
 
નવરાત્રીમાં કોઈ પણ દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી સફેદ રંગનું  આસન પાથરીને પૂર્વ દિશાની તરફ મુખ કરીને બેસી જાઓ 
હવે તમારી સામે પીળુ કપડા પથારીને એના પર 108 દાણા વાળી સ્ફટિકની માળા મુકી દો. અને એના પર કેસર અને અત્તર  નાખી એની પૂજા કરો. 
 
એ પછી ધૂપ દીપ અગરબતી બતાવીને નીચે લખેલા મંત્ર 31 વાર બોલો . આ રીતે 11 દિવસ સુધી કરતા એ માળા સિદ્ધ થઈ જશે. જ્યારે પણ કોઈ ઈંટરવ્યૂમાં જાઓ તો આ માળાને પહેરીને જાઓ . આ ઉપાય કરવાથી ઈંટરવ્યૂમાં સફળતાની શકયતા વધી શકે છે . 
 
મનભાવન કન્યા (વધુ)માટે ઉપાય 
 
નવરાત્રના સમયે જે પણ સોમવાર આવે એ દિવસે કોઈ શિવ મંદિરમાં જઈને ત્યાં શિવલિંગ પર દૂધ ,દહીં ,ઘી અને ખાંદ અ ચઢાવતા એને સારી રીતે સાફ કરો. 
પછી શુદ્ધ જળ ચઢવી અને આખા મંદિરમાં ઝાડૂ લગાવીને સાફ કરો. હવે ભગવાન  શિવની ચંદન , પુષ્પ ,ધૂપ, દીપ અને નૈવૈધ્ય વગેરેથી પૂજા કરો. 
 
રાતના 10 વાગ્યે અગ્નિ પ્રગટાવીને ૐ નમ : શિવાય મંત્રના ઉચ્ચારણ કરતા ઘી થી 108 આહુતિ આપો. હવે 40 દિવાસો સુધી દરરોજ આ મંત્રના જાપ માળા શિવ ભગવાનની સામે કરો. આથી તરત જ મનોકામના  પૂર્ણ થવાના યોગ બનશે.