ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. પર્યટન દિવસ
Written By
Last Updated : સોમવાર, 11 માર્ચ 2024 (16:42 IST)

Pehle Bharat Ghumo - ગુજરાતનુ મીની કાશમીર Polo Forest

polo forest gujarat mini kashmir
Pehle Bharat Ghumo- સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ગુજરાતનું મીની કાશ્મીર તરીકે ઓળખાય છે, પોલો ફોરેસ્ટમાં રાજ્યભરમાંથી લોકો નિહાળવા આવે છે. પ્રથમા વરસાદ પડતા જ પોળો ફોરેસ્ટમાં ચારે બાજુ નદીમાં નીર આવતા પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે.

Polo forest - પોલો ફોરેસ્ટ જંગલ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે. તે હિંમતનગરથી 70 કિમી અને અમદાવાદથી 160 કિમીના અંતરે છે.આ જંગલની વચ્ચેથી હરણાવ નદી વહેતી હોય મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે. અહી તમે બારેય મહિના આવી શકો છો. તો એક દિવસીય પીકનીક પણ મળી શકો છો.અહીં આવવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે ચોમાસુ ત્યારે પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે જેને જોઇને આપનું મન મોહી લેશે હાલમાં અહિયાં રોકાવા માટેની કોઈ સુવિધા ઉભી થઇ નથી.
 
polo forest
બાલારામ મહાદેવના મંદિર

બનાસકાંઠામાં આવેલુ મીની કાશમીર ગણાતા બાલારામ મહાદેવના મંદિર નજીક નદીમાં નીર આવતા પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે.બાલારામમાં આવેલું છે મહાભારત કાળનું 500 વર્ષ જૂનું શિવમંદિર
બનાસકાંઠાના પાલનપુરથી 12 કિલોમીટર દૂર બાલારામ મહાદેવનું પવિત્ર મંદિર આવેલું છે. મહાભારત કાળના 5000 વર્ષ જૂના શિવ મંદિર કહેવાય છે.
 
આરામ માટે અહીં આવતા હતા નવાબો
એવું માનવામાં આવે છે કે પાલનપુર અથવા બનાસકાંઠાના પ્રદેશ પર રાજ કરનારા લોહાની નવાબ, તેમના મનપસંદ આરામ સ્થળ તરીકે બલરામ પેલેસનો ઉપયોગ કર્યો હતો