અંજના શ્રીવાસ્તવ બની ઈંડિયન આયડલ જૂનિયરની વિજેતા

મુંબઈ. | વેબ દુનિયા|

P.R
મનોરંજન ચેનલ સોની ટીવી પર પ્રસારિત થયેલ રિયાલિટી શો જૂનિયર ઈંડિયન આયડલમાં અંજના પધ્માનાભન વિજેતા બની ગઈ છે. બેંગલ્રુરૂની રહેનારી 10 વર્ષીય અંજનાને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ગઈકાલે રાત્રે વિજેતા જાહેર કરી. અંજનાને સોની ટીવી તરફથી 25 લાખ રૂપિયા, એક કાર, કોટક તરફથી 5 લાખ રૂપિયાની ફિક્સ ડિપોજીટ અને હોરલિકસ તરફથી 2 લાખ રૂપિયા આપવામાં આવ્યા.

આ પ્રસંગે અંજનાએ કહ્યુ કે અમે અહી બધા પ્રતિસ્પર્ધા કરી રહ્યા હતા,પણ અમે બધા એક ફેમિલીની જેમ જ રહ્યા. અમે ખુશી અને ઉદાસીની ક્ષણ પણ જોઈ. હુ ખૂબ ખુશ છુ. આ શો માં દિવાંજના મિત્રા પ્રથમ ઉપવિજેતા રહી, અને અનમોલ જસવાલ અને નિર્વેશ દૂબે બીજા ઉપવિજેતા રહ્યા.

આ પહેલા બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, દેશી ગર્લ પ્રિયંકા ચોપડા, રામચરણ તેજા અને શહિદ કપૂરની ઉપસ્થિતિથી વાતાવરણ રંગીન બની ગયુ. શો ને વધુ યાદગાર બનાવવા માટે વિશાલ-શેખરની જોડી અને શ્રેયા ઘોષાલે પોતાના ગાયકીથી લોકોને મંત્રમુગ્ધ કર્યા.
ઈંડિયન આયડલના અત્યાર સુધીના છ સીઝન થઈ ચુક્યા છે જેમા બધા યુવા પ્રતિભાગીઓ માટે હતા. આ સીઝનમાં આ પ્રથમવાર બન્યુ કે જ્યારે બાળકોને પોતાની પ્રતિભા બતાડવાનો અવસર મળ્યો. આ શો 1 જૂનથી શરૂ થયો જેમા પાંચ વર્ષથી પંદર વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધો.


આ પણ વાંચો :