કોમેડીયન કપિલ શર્મા પ્રેગનેંટ મહિલાઓ પર કોમેંટ્સ કરીને મુસીબતમાં

વેબ દુનિયા|
P.R

કોમેડિયન કિંગ કપિલ શર્માનો જાણીતો શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' એક નવી મુસીબતમાં પડી ગયો છે. કપિલે ગર્ભવતી મહિલાઓ પર એવી ટિપ્પણી કરી જે મહિલા સંગઠનને ગમી નથી.

તેના પર જાણીતા ટીવી શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ'માં ગર્ભવતી સ્ત્રીઓ પર આપત્તિજનક જોક સંભળાવવાનો આરોપ છે. તેના વિરુદ્ધ રાજ્ય મહિલા સંગઠને ફરિયાદ કરી છે.
આ ફરિયાદ મહારાષ્ટ્રના એક મહિલા સંગઠને કરી છે. સંગઠન મુજબ ગર્ભવતી મહિલાઓ પર વાત કરતા કપિલે બધી હદો તોડતા ખૂબ જ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો.

આ મુદ્દો એ એપિસોડનો છે, જેમા હેમા માલિની શો ની મહેમાન હતી. સંગઠને આવી મજાકને અસ્વીકાર્ય બતાવતા રાજ્ય મહિલા પંચમાં ફરિયાદ કરી છે.


આ પણ વાંચો :