કોમેડી નાઈટસમાં કપિલની રીલ લાઈફની પત્ની રીયલ લાઈફમાં બહેન

kapil sharma
Last Updated: શનિવાર, 4 ઑક્ટોબર 2014 (16:13 IST)

મુંબઈ

દેશ વિદેશમાં જાણીતો કોમેડી શો કોમેડી નાઈટસ વિથ કપિલ સૌથી વધુ ટીઆરપી ધરાવતો શો છે. આ પ્રોગ્રામના
તમામ પાત્રો જબરદસ્ત એક્ટિંગ કરે છે. દરેક પોતાનો રોલ ખૂબીથી નિભાવે છે.એ શોની એક વિશેષતા આ છે કે
સ્ક્રીન પર કપિલ શર્માની પત્નીનો રોલ કરતી સુમોના ચક્રવર્તી વાસ્તવિક જીંદગીમાં કપિલને પોતાનો ભાઈ માને છે.

કોમેડી નાઈટસ વિથ કપિલ પહેલા આ બન્નેની જોડી કહાની કોમેડી સર્કસ કી શોમાં વિજેતા રહી ચૂકી છે.
સુમોનાએ બડે અચ્છે લગતે હે ટીવી સીરિયલની સાથે કિક અને બર્ફી જેબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ પહેલાંફિલ્મ મનમાં તેણીએ બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.ઓન સ્ક્રીન કપિલની પત્નીનો રોલ કરતી સુમોના ઓફ
સ્ક્રીન કપિલને ભૈયા કહીને પોકારે છે. ગુત્થીનું પાત્ર ભજવતો સુનીલ ગ્રોવર પણ શોમાં સસરાના રૂપમાં પરત આવી
ગયો છે.આ પણ વાંચો :