કોમેડી નાઈટ્સ વિથ કપિલ' શો બંધ કરીને કપિલ કોઈ ભૂલ તો નથી કરી રહ્યા ને ?

kapil sharma
Last Updated: સોમવાર, 16 જૂન 2014 (11:46 IST)
જ્યારથી સાંભળવા મળ્યુ છે કે કર્લર્સનો સૌથી મોટો કોમેડી શો થવા જઈ રહ્યો છે ત્યારથી આ શો ના દર્શક દુ:ખી અને હેરાન છે. જો કે કપિલના ફેંસ ઈચ્છે છે કે તેઓ સફલતાની સીઢીઓ ચઢે અને કઈક મેળવવા માટે કંઈક ગુમાવવુ પડે છે ના નિયમ પર આગળ વધવાનો નિર્ણય કરનારા કપિલ માટે તેઓ ઈશ્વરને પ્રાર્થના પણ કરી રહ્યા છે. તેમ છતા તેઓ નથી ઈચ્છતા કે કપિલ નો શો બંધ થાય્

શુ આપ જાણો છો કેમ બંધ થઈ રહ્યો છે કપિલ નંબર 1 ટીઆરપી શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ?

લાંબા સમય પછી ટીવી પર એક સ્વસ્થ મનોરંજન કાર્યક્રમ કોમેડી નાઈટ્સ વિથ કપિલ શરૂ થયો છે. જેની બાળકોથી માંડીને વડીલો સુધીના સૌ કોઈ આતુરતાથી રાહ જોતુ હોય છે.
તેથી લોકોને લાગે છે કે શો ને ઓફ એયર ન કરવો જોઈએ. ત્યારે કેટલાક લોકો જે ટીવી અને બોલીવુડ વિશે જાણે છે તેઓનુ કહેવુ છે કે શો ને ઓફ એયર કરીને કપિલ કોઈ મોટી ભૂલ તો નથી કરવા જઈ રહ્યા ને. કારણ કે ટીવીની દુનિયાના એવા અનેક સુપરસ્ટાર છે જેમણે ફિલ્મોના ચક્કરમાં ટીવીને ત્યારે અલવિદા કહી દીધુ જ્યારે તેમની બાદશાહી ટીવી પર હતી. પણ ફિલ્મોના ચક્કરમાં તેમણે એ ટીવીને ટાટા બાય બાય કહી દીધુ. જેને કારણે જ તેઓ ફિલ્મોમાં પહોંચ્યા હતા.
પણ ટીવીની જેમ ફિલ્મોમાં જ્યારે તેઓ પહોંચ્યા તો ત્યા તેમને સફળતા ન મળી જેને કારણે ત્યા ફેલ થયા પછી જ્યારે તેઓ ટીવી તરફ પરત ફર્યા તો ટીવીના દર્શકોએ તેમને બીજીવાર ન અપનાવ્યા.


આ પણ વાંચો :