ખતરો કે ખિલાડીની 13 સુંદરીઓ

વેબ દુનિયા|

P.R
કલર્સ ચેનલ પર પ્રસારિત રિયાલીટી શો 'ખતરો કે ખિલાડી' એ ઘણી લોકપ્રિયતા મેળવી હતી. હવે ખતરો કે ખિલાડી લેવલ-2 નું પ્રસારણ ઝડપથી શરૂ થવા જઈ રહ્યું છે. દ્વારા સંચાલિત આ શોમાં સુંદર હસીનાઓ પોતાના સાહસિક કાર્યો દેખાડશે.

પાછલાં દિવસોમાં આનું મ્યુઝીક ટ્રેલર પણ રજુ કરવામાં આવ્યું હતું. સાથે સાથે તે હોટ ગર્લ્સના નામ પણ જણાવવામાં આવ્યાં હતાં જેઓ આ શોની અંદર ભાગ લેવાની છે. બ્રુના અબ્દુલ્લા, સુષમા રેડ્ડી, કૈરોલ ગ્રેશિયસ, જેસી રંધાવા, મંદિરા બેદી, નૌહીદ, રોજા કૈટલાનો, રૂપાલી ગાંગુલી, સોનિકા કાલીરમન, શોનાલી નાગરાની, પ્રિયા ત્રિવેદી, શ્વેતા સાલ્વે અને અનુષ્કા મનચંદા આ શોની અંદર ભાગ લઈ રહી છે.
આ શોનું શુટિંગ દક્ષિણ આફ્રીકાના કૈપટાઉનમાં કરવામાં આવ્યું છે અને ઝડપથી આનુ પ્રસારણ કલર્સ પર પણ શરૂ થવા જઈ રહ્યું છે.


આ પણ વાંચો :