' ખતરો કે ખિલાડી 2 ' ની વિજેતા

વેબ દુનિયા|

P.R
તમે વિચારી રહ્યાં હશો કે 'ખતરો કે ખિલાડી - લેવલ 2' ની હજી સુધી શરૂઆત પણ નથી થઈ તો વિજેતાના નામની ઘોષણા કેવી રીતે શકે. ખરેખર તો દ્વારા પ્રસ્તુત આ શોની શુંટિંગ ઘણાં સમય પહેલા જ થઈ ગઈ છે. આના ફાઈનલને ઘણાં સમય પછી શુટ કરવામાં આવ્યું હતું. કોણ ફાઈનલમાં પહોચ્યું અને કોણ જીત્યું આ રહસ્યને ઘણાં લાંબા સમયથી સંતાડવામાં આવી રહ્યું હતું.

બ્રુના અબ્દુલ્લા, સુષ્મા રેડ્ડી, કૈરોલ ગ્રેશિયસ, જેસી રંધાવા, મંદિરા બેદી, નૌહીદ, રોઝા કૈટાલાનો, રૂપાલી ગાંગુલી, સોનિકા કાલીરમન, શોનાલી નાગરાની, પ્રિયા ત્રિવેદી, શ્વેતા સાલ્વે અને અનુષ્કા મનચંદા જેવી સુંદર અને રફટફ હસીનાઓએ આ કાર્યક્રમના બીજા પાર્ટમાં ભાગ લીધો હતો.

રહસ્યને છાનુ ન રાખી શકાયું અને સૂત્રોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો આ શોની વિજેતા અનુષ્કા મનચંદા છે. અનુષ્કાએ ભય અને ખતરાઓને જીતી લીધા છે.


આ પણ વાંચો :