ખાપ પંચાયત રોકવા માંગે છે આમિરનો શો 'સત્યમેવ જયતે'

P.R

થોડા સમય પહેલા જ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટની છત્રક સંસ્ખાએ પણ આમિરને તેમના પર તબીબી વ્યવસાયમાં ચાલતી ગેરરીતિનો મુદ્દો રજૂ કરવા બદલ માફી માંગવા માટે કહ્યુ હતું. અલબત્ત, આમિર ખાને તેમની માફી માંગવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેણે કહ્યુ હતું કે તેણે નથી કર્યું પણ તેવા ડોક્ટરોએ કર્યું છે જેઓ પૈસા કમાવા માટે આવી ગેરરીતિનું આચરણ કરે છે.

હવે હરિયાણાની સર્વ ખાપ પંચાયતે આમિરની વિરુદ્ધમાં પગલા લેવાનો નિર્ણય લીધો છે.

આ શોના એક એપિસોડમાં ખાપ પંચાયતના સભ્યોને પણ બોલાવવામાં આવ્યા હતાં અને ખાપે ઘડેલા દેશના કાનૂન કરતા અલગ કાયદાઓ વિશે પ્રશ્નો પૂછીને આમિરે તેમની સામે આવી ગયો હતો.

આ કારણે ખાપ આ શોના પ્રસારણને રોકવા માંગે છે.

મેહમ ચૌબીસી પંચાયતના પ્રમુખ રણધિર સિંહે કહ્યુ હતું કે, "મને એક ગામના રહીશનો ફોન આવ્યો હતો કે તેની 3 વર્ષની પૌત્રીએ તેને કહ્યુ હતું કે તે પણ ભાગીને જ લગ્ન કરશે."

વેબ દુનિયા|
આમિર ખાનના શો 'સત્યમેવ જયતે'ને કારણે ભારતીય સમાજના અમુક હિસ્સાના લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. તેમને લાગે છે કે આમિર ખાને તેમની છાપને નકારાત્મક બનાવી છે અને તેમનું અપમાન કર્યું છે. આ લોકો અન્ય કોઈ નહીં પણ ખાપ પંચાયતના લોકો છે.
તેમણે ઉમેર્યું હતું કે, "આ ફિલ્મ સ્ટાર સમાજમાં કેવા પ્રકારનો બદલાવ લાવવા માંગે છે, તેની હરકતો દાયકાઓથી ભાઈચારાની ભાવના સાથે રહેતા ગામડાના લોકોનું સામાજિક માળખું જ તોડી પાડશે."


આ પણ વાંચો :