ખુશ ખબર.... ગુત્થી કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં પરત ફરી

વેબ દુનિયા|

P.R
ગુત્થીના ફેન્સના માટે ખુશખબરી છે. જી હા.. ગુત્થીનુ પાત્ર ભજવનાર ઓમાનમાં કોમેડિયન કપિલ શર્માની સાથે એક શો માં જોવા મળશે.

ઓમાનની રાજઘાનીમાં મસ્કટમાં 22 નવેમ્બરના રોજ કપિલ શર્મા શો થવાનો છે, જેની ટિકિટો વેચાણ ફટાફટ થઈ રહ્યુ છે. ખાસ વાત એ છે કે આ શો માં સુનીલ ગ્રોવર પણ કપિલની સાથે હશે. મતલબ કપિલ, સુનીલને મનાવવામાં સફળ રહ્યા.


વાત એમ હતી કે આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે 'કોમેદી નાઈટ્સ વિથ કપિલ'ની ગુત્થીન પાત્રની વધતી લોકપ્રિયતાને જોતા સુનીલ ગ્રોવરે વધુ પૈસાની માંગ કરી,પણ આ ચેનલ અને પ્રોડક્શન હાઉસને મંજૂર નહોતી. પરિણામ સ્વરૂપે સુનીલે શૂટિંગ બંધ કરી શો માંથી બહાર થવાનો નિર્ણય લીધો. આ સમાચારથી પ્રશંસકો ખૂબ નિરાશ હતા. અહી સુધી કે ગુત્થીને શો માં પરત લાવવા માટે ફેસબુક પર એક પેજ પણ બનાવાયુ હતુ.
સમાચાર મુજબ ટિકિટ માટે લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. શો ના પ્રવક્તાએ જણાવ્યુ, 'અમે કોઈ શો ના માટે લોકોનો આવો રિસ્પોંસ ક્યારેય નથી જોયો.'


આ પણ વાંચો :