જંગલની મુશ્કેલ જીંદગી જીવવી કઠિન

વેબ દુનિયા|

'ઈસ જંગલ સે મુઝે બચાઓ' રિયાલીટી શોમાં ભાગ લઈ રહેલ સેલીબ્રીટીએ સાબિત કર્યું કે તેઓ જંગલની મુશ્કેલ જીંદગીને જીવવી ખુબ જ કઠિન કામ છે. તેઓ આરામપ્રિય અને સુવિધાજનક જીંદગી જીવવાના આદિ થઈ ગયાં છે.

એસી વિના તેમને ઉંઘ નથી આવતી. ડગલે અને પગલે નોકરની મદદ લેનારા જાતે પોતાનું કામ કરી શકતાં નથી. પડદાં પર બહાદુરી દેખાડનારા નાના-મોટા કીડાઓથી ડરી જાય છે.

પાછલાં દિવસોમાં આકાશદીપને એક કીડો કરડી ગયો હતો તો મોટા ભાગના લોકોએ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. આ શોની શરૂઆતમાં જ બધાને ખબર હતી કે તેમણે અમુક દિવસો જંગલમાં જ પસાર કરવાના છે, પરંતુ આ ગાઢ જંગલ તો તેમને માટે ખુબ જ મુશ્કેલ સાબિત થયું.


આ પણ વાંચો :