જસપાલ ભટ્ટી નાના પડદા પર પાછા

વેબ દુનિયા|

IFM
દેશના જાણીતા જસપાલ ભટ્ટી હવે થોડાક દિવસો સુધી રાજનીતિથી દૂર જઈ રહ્યાં છે, જેના દ્વારા તેઓ પોતાનો એક નવો હાસ્ય કાર્યક્રમ બનાવીને નાના પડદાં પર પાછા ફરી શકે છે.

પોતાના આ નવા કાર્યક્રમની અંદર તેઓ શક્તિશાળી જીજા અને લાચાર આઈએએસ સાળાની વચ્ચેના સંબંધને દેખાડશે.

પાછલી લોકસભાની ચુંટણીમાં પોતાની એક રાજનીતિક પાર્ટી બનાવનાર ભટ્ટીને આશા છે કે તેમની 'રિસેશન પાર્ટી' આગામી ચુંટણીમાં કંઈક મોટો ધમાકો જરૂર કરશે.

દેશના જાણીતા હાસ્ય વ્યંગ્ય કલાકાર ભટ્ટી તાજેતરમાં પોતાનો એક નવો કાર્યક્રમ બનાવવા જઈ રહ્યાં છે, જેને લઈને ભટ્ટીને આશા છે કે આ પણ તેમના ચર્ચાસ્પદ કાર્યક્રમ 'ફ્લોપ શો' ની જેમ હીટ રહેશે.
ભટ્ટીએ જણાવ્યું કે આ કાર્યક્રમ બનાવતાં પહેલાં મે ખુબ જ ઉંડાઈ પુર્વક શોધ કરી છે. જીજાના સંબંધ પર શોધ કરવાનો નિર્ણય લીધો અને તેના માટે અલગ-અલગ ક્ષેત્રોના કેટલાયે લોકોની સાથે વાતચીત કરી. ત્યાર બાદ મને જાણવા મળ્યું કે આપણી સંસ્કૃતિમાં જીજાનુ ખુબ જ સ્થાન હોય છે.

ઉલ્લેખનીય છે કે ભટ્ટી ત્રણ ઓગસ્ટથી 'સબ ટીવી' પર શરૂ થઈ રહેલ પોતાના નવા કાર્યક્રમ 'થેંક્યુ જીજા' માં દેશની ભ્રષ્ટ વ્યવસ્થા પર તીખો કટાક્ષ કરતાં જોવા મળશે. આ કાર્યક્રમની અંદર તેમની પત્ની સવિતા પણ ફરીથી ટીવી પર પાછી જોવા મળશે.


આ પણ વાંચો :