જુહી પરમાર બની બિગ બોસની વિજેતા

વેબ દુનિયા|

P.R
'બિગ બોસ'ના ઘરમાં 3 મહિના સુધી ત્રાસ સહન કર્યા પછી આખરે જુહી પરમાર જીતી ગઈ બિગ બોસની ટ્રોફી.'કુમકુમ' સીરિયલથી જાણીતી થયેલી જુહી પરમારની કારકીર્દિ આ શો જીતવાથી ઘણો વેગ મળવાનો છે.

હાલમાં જ જુહીએ એક અખબાર સાથે વાત કરતા પોતાનો બિગ બોસના ઘરમાં રહેવાનો અનુભવ શેર કર્યો હતો. તેને ખાતરી હતી કે તે આ શો ચોક્કસ જીતશે કારણ કે તેની સાથે રહેતા સ્પર્ધકોને પણ એમ જ લાગતું હતું.

તેને લાગે છે કે જો મહેક ચહેલ આ શો જીતી હોત તો બધાને એમ જ લાગ્યું હોત કે આ પહેલાથી આયોજીત હતું.

તેણે કહ્યુ હતું કે, "મોટાભાગના સ્પર્ધકો મહેક જીતે તેમ નહોતા ઈચ્છતાં. તેની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રિ પણ ઘણા સ્પર્ધકોને નહોતી ગમી. એ તેના માટે એક સદ્દભાગ્યની વાત હતી. તેની એન્ટ્રિ તો લગભગ ફાઈનલ્સમાં જ હતી. અમે તેને ઝઘડો કરતા જોઈ છે. અને જો સ્પર્ધકોએ પણ તેને આવી જ રીતે જોઈ હશે તો તેઓ પણ કદાચ આવું જ વિચારતા હશે. મારે મહેકની સાથે કોઈ દુશ્મની નથી પણ આ જ સત્ય છે. સલમાન અને સંજયે મારું નામ જાહેર કરતા પહેલા પૂર્વ સ્પર્ધકોને પૂછ્યુ હતું કે કોણ જીતશે. તેમાંથી લગભગ 90 ટકા લોકોએ મારું નામ લીધુ હતું."


આ પણ વાંચો :