'ઝલક દિખલા જા'નો 13મો સ્પર્ધક બનશે 'કેબીસી-5' વિનર સુશીલ કુમાર !!

વેબ દુનિયા|
P.R
'કેબીસી 5'માં પાંચ કરોડની મહારાશી જીતનાર હવે 'ઝલક દિખલા જા'ની પાંચમી સિઝનમાં ડાન્સ કરતો જોવા મળશે.

તે આ ડાન્સ રિઆલિટી શોનો હશે.
આ પહેલા શોના જજ માધુરી દીક્ષિત, અને રેમો ડિ'સોઝાએ કહ્યુ હતું કે શોમાં એક 13મો સ્પર્ધક આવશે જેનું નામ સરપ્રાઈઝ રાખવામાં આવશે અને તે શોના પહેલા એપિસોડમાં જ જાહેર કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યુ હતું કે, "તે શોનો 13મો સ્પર્ધક છે. અમે એક એવા સ્પર્ધકને લેવા માંગતા હતા જે સેલિબ્રિટી ન હોય પણ અન્ય કોઈ પણ કારણે લોકપ્રિય બની ગયો હોય. તેણે કેબીસીમાં 5 કરોડ જીત્યા હતાં અને તેને શોમાં લેવા માટે આ પૂરતુ કારણ હતું."
"તે અન્ય સ્પર્ધકોને જેમ જ શોમાં પરફોર્મ કરશે."

શોના અન્ય સ્પર્ધકોમાં પૂર્વ શ્રીલંકન ક્રિકેટર સનત જયસૂર્યા, ગઝલ સિંગર તલત અઝિઝ, ચાઈલ્ડ એક્ટર દર્શિલ સફારી, એક્ટ્રેસ ઈશા શ્રવણી, ભોજપૂરી એક્ટર રવિ કિશન, સ્ટેન્ડ અપ કોમેડિયન ભારતી સિંહ, ટીવી એક્ટ્રેસ જીયા માણેક, પ્રત્યુષા બેનર્જી, ગુરમિત ચૌધરી, જયતી ભાટિયા અને વીજે શિબાની દાંડેકર અને અર્ચના વિજયા સામેલ છે.


આ પણ વાંચો :