ટેલિવિઝન વધારે સ્કોપ આપે છે

વેબ દુનિયા|

N.D
મારા જેવા કલાકારોને આપે છે. આ શબ્દો છે વિખ્યાત સિને તેમજ ફરીદા ઝલાલના. તેઓ હવે ઝડપથી એક નવો શો લઈને આવી રહી છે. લોકપ્રિય સીરિયલ 'બાલિકા વધુ'માં પોતાની હાજરી નોંધાવી ચુકેલ ફરીદાએ આ શોનું નામ તો નથી જણાવ્યું પરંતુ એવું જરૂર કહે છે કે આ શોનું નિર્દેશન વસીમ સાબિર કરી રહ્યાં છે. 'સાત ફેરે' અને 'રિમિક્સ' જેવી ધારાવાહિકનું નિર્દેશન કરી ચુકેલ સાબિરને અનુસાર આ શોની વિશેષતા ભાવનાઓને પ્રગટ કરવાની છે. કદાચ એટલા માટે તો ફરીદા આ શો કરવા માટે ઝડપથી રાજી થઈ ગઈ.

નિર્દેશકે કહ્યું કે જ્યારે મે તેમને શોનો કંસેપ્ટ સંભળાવ્યો તો તેમના શબ્દો હતા, 'શું તમે સાચે જ આ શો બનાવવા જઈ રહ્યાં છો?' મે કહ્યું કે, 'હા' ત્યારે તેમણે તુરંત જ આ શો કરવાની હા પાડી દિધી. 60 વર્ષની ફરીદા આ શોના કેંદ્રમાં રહેશે. અત્યાર સુધી તેઓએ 'દેખ ભાઈ દેખ' અને 'શરારત' જેવી ધારાવાહિક કરી છે જેણે ફરિદા જલાલને ટીવી કલાકારના રૂપમાં એક અલગ જ ઓળખાણ આપી છે. દર્શકોની વચ્ચે પોતાનું અલગ સ્થાન બનાવનારી ફરીદા માને છે કે ફિલ્મોની જેમ ટીવી પણ તેમના જેવી અભિનેત્રીઓની પ્રતિભા દેખાડવાનો સારો એવો અવસર આપે છે.


આ પણ વાંચો :