તનીષાનુ અપમાન થતા સલમાને બિગ બોસ છોડવાની ધમકી આપી !!  
                                       
                  
                  				  . 
પોતાના દમ પર રિયાલીટી શો બિગ બોસને હિટ બનાવનારા સલમાન ખાન અચાનક શનિવારે નારાજ થઈ ગયા. આ શો દરમિયાન પ્રતિયોગી કુશલ ટંડનનું તનીષા મુખર્જી સાથે અપમાનજનક વર્તન જોઈને તેઓ ક્રોધિત થઈ ગયા. તેમણે વાતો વાતોમાં જ ચેતાવણી આપી દીધી શનિવારના શો દરમિયાન  સલમાને કહ્યુ કે આ એપિસોડને કારણે બિગ બોસમાં આ મારો અંતિમ ભાગ હોઈ શકે છે.