નેહાની મિડનાઈટ લાઈફ

P.R
નેહા માર્ડા અત્યારે બે ધારાવાહિક એક સાથે કરી રહી છે. બાલિકા વધુ અને કિસ્મત કનેક્શન. માનવામાં આવે તેવી વાત છે કે તેમની વ્યસ્તતા ખુબ જ વધી ગઈ છે. નેહાની પાસે સમયનો અભાવ હોવાને લીધે તેઓ અડધી રાત પછી પોતાની જીંદગી જીવે છે.

'અડધી રાત સુધી હું શુટિંગ કરૂ છું અને ત્યાર બાદ હું દોસ્તો સાથે હોઉ છું. અમે તે હોટલમાં જઈએ છીએ જે આખી રાત ખુલી રહેતી હોય. ત્યાં અમે સાથે ડિનર લઈએ છીએ. હું આ વિશે કોઈ જ ફરિયાદ નથી કરતી કેમકે બે ધારાવાહિકની અંદર એકસાથે કામ કરવાનો નિર્ણય મારો હતો અને હું આનાથી ખુબ જ ખુશ છું. સવારે ફરીથી હું શુટિંગ પર હાજર થઈ જાવ છું. શુટિંગ દરમિયાન જો એક કલાકનો પણ સમય મળે તો હું મિત્રો સાથે કોફી પીવા માટે ચાલી જાઉ છું.'

વેબ દુનિયા|
તો પછી તમે સુવો ક્યારે છો? પુછવા પર નેહા કહે છે કે,' થોડુક રાત્રે અને થોડુક દિવસે મુસાફરી દરમિયાન. બાલિકા વધુના સેટ પરથી કિસ્મત કનેક્શનના સેટ પર જતાં બે કલાક લાગે છે તે દરમિયાન ઉંઘ પુરી કરી લઉં છું.'


આ પણ વાંચો :